એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)માં રૂ. 298 કરોડનું રોકાણ આવ્યું છે. અગાઉ સળંગ ત્રણ ક્વાર્ટર દરમિયાન ઉપાડ થતો હતો. જોકે, એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ રોકાણમાં 80 ટકાનો ઘટાડો થયો છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડ ઇટીએફમાંથી રૂ. 1,243 કરોડ, ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 320 કરોડ અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 165 કરોડનો ઉપાડ થયો હતો.
જૂન 2022માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ETFમાં 1,438 કરોડનું રોકાણ આવ્યું હતું. ગોલ્ડ ETF ફોલિયોની સંખ્યા 1.5 લાખ વધીને 47.52 લાખ થઈ છે.
વિદેશી રોકાણકારોએ 43,800 કરોડનું રોકાણ કર્યું હતું
વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આ મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં રૂ. 43,800 કરોડનું રોકાણ કર્યું છે. આ સાથે આ વર્ષમાં કુલ રોકાણ રૂ. 1.20 લાખ કરોડને વટાવી ગયું છે.