spot_img
HomeGujaratલોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં 35 IPS અધિકારીઓની બદલી, સુરત-વડોદરાને નવા પોલીસ કમિશનર...

લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં 35 IPS અધિકારીઓની બદલી, સુરત-વડોદરાને નવા પોલીસ કમિશનર મળ્યા

spot_img

લોકસભાની ચૂંટણી માટે લાગુ થયેલી આચારસંહિતા વચ્ચે ગુજરાત સરકારે રવિવારે ભારતીય પોલીસ સેવાના 35 અધિકારીઓની બઢતી અને બદલી કરી છે. આ કવાયત દ્વારા સુરત અને વડોદરા જેવા મહત્વના શહેરોને નવા પોલીસ કમિશનર મળ્યા છે. વડોદરાના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને સુરત પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે ગાંધીનગરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (વહીવટ) નરશિમા કોમરને તેમની જગ્યાએ મૂકવામાં આવ્યા છે. સરકારી આદેશ અનુસાર, IPS અધિકારીઓ મનોજ અગ્રવાલ, કેએલ એન રાવ, જીએસ મલિક અને હસમુખ પટેલને ADGમાંથી પોલીસ મહાનિર્દેશકના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી, જો કે તેઓ તેમની વર્તમાન નિમણૂંકોમાં ચાલુ રહેશે.

ગુજરાત સરકારે કુલ 20 IPS અધિકારીઓને બઢતી આપી છે. પોસ્ટિંગની રાહ જોઈ રહેલા ચિરાગ કોરાડિયાને બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક (આઈજી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જેઆર મોથાલિયા કે જેઓ પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા હતા તેઓ નવા આઈજી (અમદાવાદ રેન્જ) બનશે. આઈપીએસ અધિકારી પ્રેમ વીર સિંહને આઈજી (સુરત રેન્જ) બનાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન 7) તરુણ દુગ્ગલને મહેસાણાના પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્ારે ઓમ પ્રકાશ જાટ, હાલમાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના એસપી, અમદાવાદ ગ્રામ્યના નવા એસપી હશે.

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. આ ફેરફાર લાંબા સમયથી ચાલતો હતો. ચૂંટણી પંચની માર્ગદર્શિકાને અનુસરીને ગુજરાત સરકારે આ બદલીઓ કરી છે. ચૂંટણી પંચે 31 જાન્યુઆરી સુધી બદલીઓ માટે કહ્યું હતું, ત્યાર બાદ ગુજરાત સરકારે ચૂંટણી પંચ પાસે બે વખત મુદત વધારવાની માંગ કરી હતી.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular