ઉત્તર સિક્કિમમાં તિસ્તા નદીના જળસ્તરમાં ફરી વધારો થયો છે. જેના કારણે મુંગુથાંગ વિસ્તારમાં પૂરનું જોખમ વધી ગયું છે. પ્રશાસને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમગ્ર વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
78 લોકો હજુ પણ ગુમ છે
બીજી તરફ દક્ષિણ લોનાક સરોવરમાં વાદળ ફાટવાના કારણે પ્રલયના આઠમા દિવસે પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. બુધવારે ગંગટોક જિલ્લાના સિંગતમના લાલ બજાર સંકુલમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સાથે સિક્કિમમાં મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે. 78 લોકો હજુ પણ ગુમ છે. ખરાબ હવામાનને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફસાયેલા લોકોને હવાઈ માર્ગે બચાવવા શક્ય નથી. બુધવારે હેલિકોપ્ટર ઉડી શક્યું ન હતું.
દરમિયાન, આપત્તિથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર ચુંગથાંગ અને પેગોંગને જોડતો માનવસર્જિત અસ્થાયી વાંસનો પુલ પણ તૂટી ગયો હતો. જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી. બાદમાં તેને સુધારી લેવામાં આવી હતી. જેના કારણે લાંબા સમય સુધી કામગીરી ખોરવાઈ હતી. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી મળેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 3438 લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
નામચીમાં ત્રણ કેમ્પમાં 405 લોકો રહે છે.
આમાંના મોટાભાગના લોકો મંગન જિલ્લાના છે. સરકારી રિપોર્ટ અનુસાર રાજ્યના ચાર જિલ્લામાં કુલ 1828 મકાનોને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે કુલ 21 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. મંગન જિલ્લામાં પાંચ કેમ્પમાં 884 લોકો, ગંગટોકમાં પાંચ કેમ્પમાં 1565, પાક્યોંગમાં આઠ કેમ્પમાં 919 અને નામચીમાં ત્રણ કેમ્પમાં 405 લોકો રહે છે.