spot_img
HomeGujaratગુજરાતમાં છ મહાનગરના 871.72 કરોડના પાણી બિલ બાકી, જૂનાગઢનું પણ પાણીનું બિલ...

ગુજરાતમાં છ મહાનગરના 871.72 કરોડના પાણી બિલ બાકી, જૂનાગઢનું પણ પાણીનું બિલ ચુકવા બાકી છે

spot_img

સિટી કવરેજ ટીમ ડિજિટલ
citycoverage.in

ગુજરાતની આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન પૈકી છ સંસ્થાઓએ રાજ્યના પાણી પુરવઠા વિભાગને 871.72 કરોડ રૂપિયાના પાણી બીલો ચૂકવ્યા નહીં હોવાથી નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે.

રાજ્યના પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદ અને વડોદરાની સંસ્થાઓ એવી છે કે જેમના પાણીના બાકી બીલોની રકમ શૂન્ય છે, જ્યારે ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને સુરતના પાણી બીલો બાકી છે.

ગાંધીનગરને નર્મદા મેઇન કેનાલના નભોઇ હેડક્વાર્ટરથી પાણી આપવામાં આવે છે. રાજકોટ, જામનગર અને ભાવનગરને પડધરી તથા લોધીકા જૂથ યોજના તેમજ નર્મદા આધારિત સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ ઉપરાંત પરિએજ, માળિયા, બ્રાહ્મણી અને મચ્છુના પાણી અપાય છે. જૂનાગઢ ને હસ્નાપુર, આણંદપુર અને વિલિંગ્ડન ડેમ ઉપરાંત કુવા મારફતે પાણી મળે છે. સુરતને માત્ર તાપીનું પાણી અપાઇ રહ્યું છે.

રાજ્યની આ છ મહાનગર પાલિકાઓ કે જેમના પાણી બીલો બાકી છે તેમને દર મહિને બીલ મોકલવામાં આવે છે.
નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા દ્વારા માર્ચ 2023ની સ્થિતિએ માત્ર 17153.93 લાખ પાણીના વેરા પેટે જમા કરવામાં આવ્યા છે. પાણીના બાકી વેરા બાબતે ક્ષેત્રિય કચેરીઓ દ્વારા નોટિસ પાઠવી બાકી રકમ જમા કરવા માટે તાકીદ કરવામાં આવી છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular