લગ્નને બે આત્માઓ વચ્ચેના પવિત્ર બંધન માનવામાં આવે છે, જેમાં બે વ્યક્તિ જીવનભર એક બીજાની સાથે રહેવા માટે શપથ લે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં લગ્નનું મહત્વ અને મૂલ્ય ઘણું બદલી રહ્યું છે અથવા તો એમ કહી કે ખોવાઇ રહ્યું છે. તેનું મુખ્ય કારણ દંપતી વચ્ચે પેદા થતી અસંગતતા હોઇ શકે છે. કુટુંબના કદમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે તમારે એવો પાર્ટનર શોધવો જોઇએ કે જેની સાથે તમે જીવન જીવી શકો, તમારો પોતાનો પરીવાર શરૂ કરી શકો અને વૃદ્ધાવસ્થા સુધી સાથે રહી શકો. સારા અને ખુશહાલ લગ્નજીવન માટે આપણે સદીઓથી જ્યોતિષશાસ્ત્ર (Astrology) અને આંકડાશાસ્ત્ર (Numerology)નો સહારો લઇ રહ્યા છીએ. જેનાથી આપણા જીવનના સૌથી મોટા નિર્ણય લેવામાં આપણને સહકાર અને વિશ્વાસ મળી શકે છે.
કુંડળી મિલન એ જ્યોતિષશાસ્ત્ર પર આધારિ હોય છે. તેમાં આપણી જન્મ તારીખ અને નામ હોવાથી નંબરોના આધારે નક્કી કરવામાં આવે છે. આજે અમે તમને જણાવશું કે આ બંનેના આધારે તમે કઇ રીતે તમારા માટે લાયક પાર્ટનર શોધ શકો છો. બર્થ ઓર્ડર: જે ક્રમમાં વ્યક્તિનો જન્મ થાય છે તે વ્યક્તિના વ્યક્તિત્વ અને વિચાર પ્રક્રિયાને પણ અસર કરે છે. આથી કપલ્સની માનસિક સુસંગતતા નક્કી કરવા માટે બર્થ ઓર્ડર મેચ કરવાની જરૂર છે. દાખલા તરીકે, ફર્સ્ટબોર્ન વ્યક્તિ મિડલ બોર્ન અને લોઅર બોર્ન સાથે ખૂબ સારી સુસંગતતા દાખવે છે. સામા પક્ષે પણ આવું જ થાય છે.
નામ: લગ્ન જેવી બાબતનો નિર્ણય લેતી સમયે નામ પણ મહત્વનું પાસું સાબિત થાય છે. મેરેજ મેચિંગમાં નામનો દરેક શબ્દ સમાન મહત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે, નામના પ્રથમ અને છેલ્લા અક્ષર એલીમેન્ટ જન્મતારીખ સાથે મળીને કામવાસના નક્કી કરે છે. જો આ સુમેળમાં ન હોય, તો મેચમેકિંગ સારું ન ગણાય. અમુક સમય પછી દંપતીમાં જાતીય અસંગતતા જોવા મળશે અને તેઓ અલગ થવાના નિર્ણય તરફ દોરી જશે. કોનકોર્ડ: કોનકોર્ડ એ સંખ્યાઓને વિવિધ જૂથોમાં વર્ગીકૃત કરવાની ખાસ પેટર્ન છે. એક જ કોનકોર્ડમાંની સંખ્યા એકબીજા પ્રત્યે કુદરતી આકર્ષણ અને ઝુકાવ દર્શાવે છે. દાખલા તરીકે, 3, 6 અને 9 જેવી સંખ્યાઓ કોનકોર્ડ બનાવે છે અને તેથી સ્વાભાવિક રીતે જ તેઓ એકબીજા તરફ આકર્ષાય છે અને ઘણી વાર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના સંબંધો માટે એકબીજા સાથે જોડાય છે.
અંકશાસ્ત્ર-આધારિત મેચમેકિંગમાં સમાવિષ્ટ અન્ય મહત્ત્વના માપદંડોમાં જન્મ સંખ્યા, જન્મ કમ્પાઉન્ડ નંબર, જન્મનો દિવસ, નિયતિનો અંક, નિયતિનો સંયુક્ત નંબર, રાશિનું ચિહ્ન (સૂર્યનું ચિહ્ન અને ચંદ્ર ચિહ્ન), તત્વ, નક્ષત્ર સંખ્યાઓ, નામનો પ્રથમ અક્ષર, નામનો પ્રથમ અક્ષરનો તત્વ, પ્રથમ નામ ક્રમાંક, નામ ક્રમાંક, નામની મૂળભૂત સુસંગતતા, નામના મૂળાક્ષર અને મૂળાક્ષરની સુસંગતતા, નામનો, હાલની ઉંમર, લગ્ન સમયે ચાલતી દશા વગેરે સમાવેશ થાય છે.