Guinness World Records: તમે રેસ્ટોરાંમાં જમતા જ હશો, પણ તમે એક દિવસમાં કેટલી રેસ્ટોરન્ટમાં ખાઈ શકો છો? સ્વાભાવિક રીતે તમારો જવાબ બે-ત્રણ હશે, પરંતુ અમેરિકામાં રહેતા એક વ્યક્તિએ એક જ દિવસમાં 18 રેસ્ટોરન્ટમાં ફૂડ ખાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેમણે પોતાના વર્લ્ડ રેકોર્ડથી બધાને ચોંકાવી દીધા છે. કોઈએ ટી-શર્ટ ફોલ્ડ કરીને, કોઈએ બર્ગર ખાઈને તો કોઈએ આંટાફેરા કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ તમામ રેકોર્ડ એવા છે કે તે ખૂબ જ અનોખા છે. આવો અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર વ્યક્તિની આજકાલ ઘણી ચર્ચા થઈ રહી છે.
તમે રેસ્ટોરાંમાં જમતા જ હશો, પણ તમે એક દિવસમાં કેટલી રેસ્ટોરન્ટમાં ખાઈ શકો છો? સ્વાભાવિક રીતે તમારો જવાબ બે-ત્રણ હશે, પરંતુ અમે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તેણે 2-3 નહીં પરંતુ એક દિવસમાં કુલ 18 રેસ્ટોરન્ટમાં ખાધું છે. તેમના આ અનોખા પરાક્રમને કારણે તેમનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર વ્યક્તિનું નામ એરિક છે. એરિક અમેરિકાનો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, એરિકને રેસ્ટોરાંમાં બેસીને ખાવાનું બિલકુલ પસંદ નહોતું, પરંતુ કોરોના મહામારીના સમયે એટલે કે 2021માં, તે એક એવા જૂથમાં જોડાયો, જેના સભ્યો અલગ-અલગ રેસ્ટોરાંમાં ખાવાના શોખીન હતા. એટલા માટે એરિકના મનમાં વિચાર આવ્યો કે કેમ ન રેસ્ટોરન્ટમાં જઈને ફૂડ ખાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવવો જોઈએ.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડને આ વિચાર ગમ્યો
જ્યારે એરિકે પોતાના આઈડિયા સાથે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનો સંપર્ક કર્યો તો તેમને પણ આ આઈડિયા ખૂબ પસંદ આવ્યો. બસ એરિક પોતાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ પૂરો કરવામાં વ્યસ્ત થઈ ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરિકે પહેલા ઘણા મહિનાઓ સુધી પ્લાનિંગ કર્યું અને અલગ-અલગ રેસ્ટોરન્ટમાં સીટ બુક કરાવી. શરૂઆતમાં, એરિકે લગભગ 80 રેસ્ટોરાંનો સંપર્ક કર્યો હતો, પરંતુ માત્ર 10એ જ જવાબ આપ્યો હતો. જોકે એરિકે હજુ પણ તેના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.
ખાવા પાછળ 40 હજાર રૂપિયા ખર્ચાયા
છેવટે, 26 ઓક્ટોબરે, તેણે તેના વિશ્વ રેકોર્ડ અભિયાનની શરૂઆત કરી. રિપોર્ટ્સ અનુસાર, એરિકે તેના ફૂડ પર $494 એટલે કે લગભગ 40,000 રૂપિયા ખર્ચ્યા હતા. જોકે આ પહેલીવાર નથી જ્યારે એરિકે રેકોર્ડ બનાવ્યો હોય. આ પહેલા પણ તેણે બે અનોખા રેકોર્ડ બનાવ્યા છે. વર્ષ 2021માં, તેણે સૌથી લાંબી ટેબલ ટેનિસ સર્વ (15.57 મીટર) અને સૌથી મોટી ટેબલ ટેનિસ બોલ મોઝેક (29.12 ચોરસ મીટર) રમવાનો રેકોર્ડ બનાવ્યો.