પોરબંદર પોલીસ અધીક્ષક રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સુચના કરવામાં આવેલી. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોરબંદરના પીઆઈ એચ.કે. શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ એચ.એમ. જાડેજા તેમજ પેરોલ ફર્લો સ્કોડ/એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પીયુષ રણમલને બાતમી રાહે હકીકત મળેલી કે, દેરોદર ગામે જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે દેરોદર ગામની મોરા સીમ વિસ્તારમાં રેઇડ કરી જુગારધારા અંગે કાયદેસરની કાર્યવાહી કરી નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓના નામ:
- ભુરા બાલુભ ખુંટી મીત્રાળા
- રામદે રાણા ઓડેદરા ઓડદર
- વાના કેશવ કારાવદરા નેરાણા
- મેરૂ કેશવ ઓડેદરા એરડા
જતીનગર રામગર અપારનાથી નેરાણા
કબજે કરેલો મુદ્દામાલ
- રોકડ રૂ. 56,400
- મોટર સાયકલ નંગ ૬ કિં.રૂ. 1,40,000
- મોબાઇલ નંગ 4 કિં.રૂ. 5500 કુલ મુદ્દામાલ 2,01,900