શ્રીલંકાએ આયર્લેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો હતો. શ્રીલંકાએ ગાલેમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત નોંધાવી હતી. શ્રીલંકાએ આયર્લેન્ડ સામે તેની 100મી ટેસ્ટ ઇનિંગ્સ અને 10 રનથી જીતી લીધી હતી. આ સિવાય શ્રીલંકાએ ઘણા રેકોર્ડ બનાવ્યા.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાએ એશિયામાં 84 ટેસ્ટ મેચ જીતી છે. આ સાથે જ ઘરઆંગણે 68 ટેસ્ટ મેચ જીતી છે. આ સિવાય ઝિમ્બાબ્વેમાં 6, ઈંગ્લેન્ડમાં 3, દક્ષિણ આફ્રિકામાં 3, ન્યૂઝીલેન્ડમાં 2 અને વેસ્ટ ઈન્ડિઝમાં 2 વખત ટેસ્ટ મેચ જીતી છે. આ ઐતિહાસિક જીતમાં બેટ્સમેન અને બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી છે.
શ્રીલંકાએ ઘણા રેકોર્ડ બનાવ્યા
શ્રીલંકાએ પોતાની ઐતિહાસિક 100મી ટેસ્ટ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા. શ્રીલંકા માટે ચાર બેટ્સમેનોએ એક ઇનિંગમાં સદી ફટકારી હતી. આ પ્રથમ વખત છે જ્યારે ટોચના ચાર બેટ્સમેનોએ સદી ફટકારી હોય. નિશાન મદુષ્કા આયર્લેન્ડ સામે બેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. મેન્ડિસ બીજો બેટ્સમેન બન્યો.
તમને જણાવી દઈએ કે શ્રીલંકાએ પ્રથમ દાવમાં 704 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં શ્રીલંકાના ચાર બેટ્સમેનોએ સદી ફટકારી હતી. આમાંથી બે બેટ્સમેનોએ બેવડી સદી ફટકારી હતી. મદુષ્કા અને કુસલ મેન્ડિસે આયર્લેન્ડ સામે બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે જ કેપ્ટન કરુણારત્ને અને મેથ્યુસે સદી ફટકારી હતી.
આયર્લેન્ડના બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી
આયર્લેન્ડે પ્રથમ દાવમાં 492 રન બનાવ્યા હતા. સ્ટારલિન અને કેમ્પરે સદી ફટકારી હતી. આ સાથે જ આયર્લેન્ડ બીજા દાવમાં 202 રનમાં ઓલઆઉટ થઈ ગયું. રમેશ મેન્ડિસે આયર્લેન્ડની બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ જયસૂર્યાએ પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ બીજી ટેસ્ટ મેચ શાનદાર રીતે જીતી હતી.