સૂત્રોના હવાલાથી માફિયા ડોન અતીક અહેમદ અને અશરફની હત્યા કેસ સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી છે. આ મામલાની તપાસ કરવા માટે રચાયેલ SIT ત્રણેય શૂટર્સનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ કરશે. અનેક સવાલોના જવાબ ન મળતા SITએ આ કવાયત શરૂ કરી છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે લાઇ ડિટેક્ટર ટેસ્ટ બાદ ન માત્ર હત્યા કેસનું સત્ય બહાર આવશે પરંતુ મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ થઇ શકે છે.
હત્યા ક્યારે થઈ હતી
અતીક અને અશરફની 15 એપ્રિલની રાત્રે કોલવિન હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં હત્યા કરવામાં આવી હતી. અતીક અને અશરફને ત્રણ હુમલાખોરોએ ઠાર માર્યા હતા. પોલીસે શૂટરો લવલેશ તિવારી, સન્ની સિંહ અને અરુણ મૌર્યની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી. કેસની તપાસ માટે ADCP ક્રાઈમ સતીશ ચંદ્રાની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. શૂટરોની પોલીસ કસ્ટડી રિમાન્ડ પર પણ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે સની સિંહને દિલ્હીના ગેંગસ્ટર ગોગીએ તુર્કીની જીગાના પિસ્તોલ રાખવા માટે આપી હતી. પરંતુ સની હથિયાર લઈને તેના ઘરે ભાગી ગયો હતો.
પૂછપરછ દરમિયાન શૂટરોએ નામ કમાવવા માટે અતીક અને અશરફની હત્યા કર્યાની પણ કબૂલાત કરી હતી. જો કે હજુ પણ પોલીસને અનેક સવાલોના યોગ્ય જવાબ મળ્યા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે લાઇ ડિટેક્ટર ટેસ્ટની હજુ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.f