spot_img
HomeLatestNationalનાઈજીરિયાના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે રાજનાથ સિંહ, ભારતીયો સાથે કરશે...

નાઈજીરિયાના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે રાજનાથ સિંહ, ભારતીયો સાથે કરશે વાત

spot_img

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ત્રણ દિવસની મુલાકાતે નાઈજીરિયાના પ્રવાસે છે, જ્યાં તેઓ પશ્ચિમ આફ્રિકાના રાષ્ટ્રના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપશે. આ માહિતી આપતા રક્ષા મંત્રાલયે કહ્યું કે રાજનાથ સિંહ 29 મેના રોજ અબુજાના ઈગલ સ્ક્વેર ખાતે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

ભારતીય રક્ષા મંત્રી 28 મેના રોજ યોજાનાર એક કાર્યક્રમ દરમિયાન નાઈજીરીયાના વિદાય લેતા રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી સાથે મુલાકાત કરશે. રાજનાથ સિંહની આ ત્રણ દિવસીય મુલાકાત કોઈ ભારતીય રક્ષા મંત્રીની નાઈજીરીયાની પ્રથમ મુલાકાત હશે.

Defence Minister Rajnath Singh tests positive for COVID-19

રક્ષા મંત્રીની આ મુલાકાતથી ભારત અને પશ્ચિમ આફ્રિકા વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનશે. રાજનાથ સિંહની સાથે સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને મહત્વપૂર્ણ સંરક્ષણ PSUના ટોચના અધિકારીઓ પણ હશે.

મીડિયાને સંબોધતા, સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે તેઓ ઉપકરણો અને પ્લેટફોર્મને ઓળખવા માટે નાઇજિરીયાના ઉદ્યોગ અને સશસ્ત્ર દળોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરશે. પ્રેસ રિલીઝમાં તેમણે કહ્યું કે આના દ્વારા ભારતીય સંરક્ષણ ઉદ્યોગ દેશની જરૂરિયાતોને ટેકો આપશે.

નાઈજીરિયામાં લગભગ 50,000નો ભારતીય સમુદાય રહે છે. તેમની મુલાકાત દરમિયાન, રક્ષા મંત્રી અબુજામાં ભારતીય ડાયસ્પોરાને પણ મળશે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular