spot_img
HomeGujaratસુરત પોલીસ બની કલયુગની યશોદા મૈયા : નિરાધાર 6 વર્ષની બાળકીની સરથાણા...

સુરત પોલીસ બની કલયુગની યશોદા મૈયા : નિરાધાર 6 વર્ષની બાળકીની સરથાણા પોલીસ રાખી રહી છે સારસંભાળ

spot_img

સુરતના સરથાણામાં રત્નકલાકારે ગત રોજ માતા વિહોણી પુત્ર્રી જ્યારે ઘોર નિંદ્રામાં હતી ત્યારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી,મુળ ભાવનગરના અને અગાઉ લંબેહનુમાન રોડ રેણુકાભવન પાસે રહેતા ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ(40) અગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા. તેમના પત્નીનું અગાઉ અવસાન થઈ ગયું હતું. શનિવારે તેઓ તેમની 6 વર્ષીય દીકરી સાથે વતનથી સુરત આવ્યા હતા અને સારોલી બીઆરટીએસથી વનમાળી જંક્શન બીઆરટીએસ બસ સ્ટેન્ડની વચ્ચે કેનાલની બાજુમાં આંબાના ઝાડ પાસે રાત્રે આશરો લીધો હતો. રાત્રે દીકરીને સુવડાવી દીધા બાદ ધર્મેન્દ્રભાઈએ પોતે આંબાના ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાધો હતો. જેથી નિરાધાર બનેલી માસૂમ દીકરીની વ્હારે સરથાણા પોલીસ આવી હતી. મહિલા પીએસઆઈ બી.ડી. મારૂએ માસૂમ દીકરીનું પ્રેમ પૂર્વક જતન કરી રહ્યાં છે.

Surat cop evades ACB, flees with Rs 1.5 lakh in bribe | Surat News, The  Indian Express

પોલીસ બની યશોદા

6 વર્ષની માસૂમ દીકરીએ માતા ગુમાવ્યા બાદ પિતાએ આપઘાત કરી લેતા અનાથ બની ગઈ હતી. જેથી સરથાણા પોલીસ પાસે હાલ માસૂમ દીકરી છે. આખો દિવસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ યશોદા બન્યો હોય તે રીતે બાળકીનું લાલન પાલન કર્યું હતું. બાદમાં રાત્રિના સમયે પીએસઆઈ બી.ડી. મારું બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતાં. જ્યાં તેને રાખી હતી, બીજે દિવસે વળી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યાં હતાં. હાલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ બાળકીને કંઈ ઓછું ન આવે તેનું ધ્યાન રાખી રહ્યો છે.

બાળકીના પિતાની સ્યુસાઈડ નોટ મળી

મૃતક પાસેથી એક ડાયરી મળી આવી હતી. જેમાં તેમણે હું મારી રીતે જાઉ છુ, કોઈનો વાંક નથી કોઈને હેરાન કરતા નહી તેવી સ્યુસાઈડ નોટ લખી હતી, આ મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular