26 જુનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી
અમદાવાદ:હવામાન વિભાગે ગુજરાતમાં વાવાઝોડાની અસર શાંત થતા ભારે વરસાદની કોઈ ચેતવણી આગામી દિવસો માટે આપી નથી પરંતુ રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી ગાજવીજ સાથેનો વરસાદ રહેવાની સંભાવનાઓ છે.
જોકે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મહિનાના અંતમાં 26 જુનથી ચોમાસાની એન્ટ્રીની અને ગાજવીજ સાથે તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત માટે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે 27થી 30 જુન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જેનાથી નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થઈ શકે છે, જેના કારણે પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. બંધમાં પાણીની આવક વધશે, જળાશયો છલકાશે.
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં પાણીની સમસ્યા ભારે વરસાદ બાદ હલ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ડેમોમાં પણ પાણીની આવક થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પાણીની આવક થશે. એટલે 27થી 30 જૂન દરમિયાન ગુજરાતમં જબરજસ્ત વરસાદનું વહન આવી રહ્યું છે.