ચક્રવાતી તોફાન બિપરજોય બાદ ગુજરાતનું હવામાન બદલાઈ રહ્યું છે. રવિવારે ગુજરાતના અરવલ્લી જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોડાસાથી શામળાજી હાઈવે સતત વરસાદને કારણે પાણી ભરાઈ ગયો છે.
#WATCH | Gujarat | Heavy rain lashes several areas of Aravalli, causing waterlogging in some of the areas.
Modasa to Shamlaji highway waterlogged due to the heavy rainfall. pic.twitter.com/PvpIKJW1BG
— ANI (@ANI) June 25, 2023
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું છે. ચોમાસાની એન્ટ્રી થતાં જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગોધરામાં છેલ્લા 24 કલાકમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ ભાવનગર અને રાજકોટના અનેક વિસ્તારોમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.