spot_img
HomeGujaratઆગામી 48 કલાક અમદાવાદ માટે ભારે, સૌરાષ્ટ્રના બે જિલ્લામાં રેડ ઍલર્ટ: જાણો...

આગામી 48 કલાક અમદાવાદ માટે ભારે, સૌરાષ્ટ્રના બે જિલ્લામાં રેડ ઍલર્ટ: જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી

spot_img

ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બન્યું છે. આ સાથે ઓફસોર ટ્રોફશોર પણ સક્રિય થયું છે તેના કારણે હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવા કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. આજે આજે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે.

Heavy for Ahmedabad next 48 hours, red alert in two districts of Saurashtra: Know where rain forecast is

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની સંભાવના છે. તો હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

અમદાવાદમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. શહેરના એસ.જી હાઇવે પર વિઝિબિલિટી લો થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે

Heavy for Ahmedabad next 48 hours, red alert in two districts of Saurashtra: Know where rain forecast is

કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ વહેલી સવારથી જ ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ખાવડા, લખપત, નખત્રાણામાં વરસાદ પડી રહ્યો છે. તો ભુજ સહિતના વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

શું છે હવામાન વિભાગની આગાહી?

  • – આગામી 2 દિવસ સમગ્ર ગુજરાતમાં રહેશે વરસાદ
  • – રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદ
  • – સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે પડશે વરસાદ
  • – પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા
  • – ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની સંભાવના
  • – અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ રહેશે
spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular