હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદની શક્યતાઓ ચિંતા વધારી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર જોવા મળવાની આગાહી કરી છે.
આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે અમદાવાદમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તથા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આજે અને આવતીકાલે દ. ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. અરવલ્લી, જુનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત આણંદ, વડોદરા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરીને વીજળીના કડાકા થવાની અને પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. પોરબંદર, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી સાથે ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. તથા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.