કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દિલ્હીમાં આયોજિત ‘ગ્લોબલ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ હબ ઈન ઈન્ડિયા’ સમિટમાં જણાવ્યું હતું કે ભારતે 2047 સુધીમાં ઊર્જાના સંદર્ભમાં સ્વતંત્ર થવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
ભારતે 2047 સુધીમાં ઉર્જા ક્ષેત્રે સ્વતંત્ર થવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે દિલ્હીમાં આયોજિત ‘ગ્લોબલ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ હબ ઇન ઇન્ડિયા’ સમિટમાં આ વાત કહી. કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આઝાદીના સો વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકારે વર્ષ 2047 સુધીમાં ઊર્જામાં આત્મનિર્ભર બનવાનું લક્ષ્ય રાખ્યું છે. તે ઊર્જાની દ્રષ્ટિએ સ્વતંત્ર બનવા જેવું છે.