ફરવાના શોખીન લોકો ઘણીવાર એવા પર્યટન સ્થળો જ પસંદ કરે છે જ્યાં તેઓ કુદરતી સૌંદર્યનો આનંદ લેવાની સાથે તેને કેમેરામાં કેદ પણ કરી શકે. દુનિયાભરમાં આવા લોકોના શોખને પૂરો કરવા માટે એકથી એક સુંદર સ્થળો છે, જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જો તમને પણ ફોટોગ્રાફી કરવી ગમે છે તો વિશ્વના સ્થળોએ ફરવા માટે જરૂર જાવ.
કમ્બોડિયા, સીએમ રીપ
વિશાળ તળાવો અને લીલાછમ પહાડો માટે સીએમ રીપ ખૂબ જ વધુ પ્રખ્યાત છે. અહીં 12મી સદીના લગભગ 50 બૌદ્ધ અને હિન્દુ મંદિરો આવેલા છે. મંદિરની સાથે-સાથે અહીંના સિહાનુક્બિલેના બીચ પણ ખૂબ જ સુંદર છે. 10,299 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ પ્રાંતની જનસંખ્યા ગીચતા લગભગ 100 વ્યક્તિઓ પ્રતિ ચોરસ કિલોમીટર છે. અહીં પણ તમે ફોટોગ્રાફી માટે જઈ શકો છો. અહીં હજારો પ્રવાસીઓ ફરવા આવે છે.
યુરોપ, આઇસલેન્ડ
યુરોપનો આ બરફીલો દેશ ઉનાળામાં ફરવા માટે બેસ્ટ છે. અહીં કેટલાક આકર્ષક અને રોમાંચક સ્થળો આવેલા છે. આઇસલેન્ડ પોતાની પ્રાકૃતિક સુંદરતાની સાથે-સાથે અદ્ભુત નજારા માટે પણ પ્રખ્યાત છે. આ જગ્યા તમારા ફોટોગ્રાફી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.
ઉત્તર પ્રદેશ, વારાણસી
આ લિસ્ટમાં ઉત્તર પ્રદેશમાં આવેલું વારાણસીનું નામ પણ આવે છે. અહીં દેશ-વિદેશથી લોકો ફરવા માટે આવે છે. વારાણસીને ‘બનારસ’ અને ‘કાશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને હિન્દુ ધર્મના સૌથી પવિત્ર શહેરોમાંનું એક માનવામાં આવે છે અને તેને અવિમુક્ત ક્ષેત્ર કહેવામાં આવે છે.
આ શહેર વિશ્વભરમાં તેના ઘણા ઘાટો, નદીના કિનારેથી પાણી સુધી જતા સીધા પગથિયાં માટે જાણીતું છે. ફોટોગ્રાફી માટે આ સ્થળે માત્ર દેશમાંથી જ નહીં વિદેશમાંથી પણ લોકો આવે છે. જો તમે ફોટોગ્રાફીના શોખીન છો તો આ જગ્યાની જવાનું ભૂલશો નહીં.
મધ્ય અમેરિકા, કોસ્ટા રિકા
અહીં તમે કેરેબિયનની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ માણી શકો છો. અહીં તમે જ્વાળામુખી, જંગલ દર્શન, બોટનિકલ ગાર્ડન, નદીઓ, ખીણો અને પેસિફિક અને કેરાથિયન સમુદ્રમાં તમારી રજાઓનો સંપૂર્ણ આનંદ માણી શકો છો. કોસ્ટા રિકા ફોટોગ્રાફી માટે બેસ્ટ છે.