ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાર T20 મેચોની સીરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. પરંતુ મેચ હાર્યા બાદ પણ ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
આ ખેલાડીએ અદ્ભુત પ્રદર્શન કર્યું
ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ ઈંગ્લેન્ડ સામેની મેચમાં 3 ઓવરમાં 25 રન આપીને જોની બેયરસ્ટોની વિકેટ મેળવી હતી. આ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે અને તેણે શાકિબ અલ હસનને પાછળ છોડી દીધો છે. આ રેકોર્ડ લાંબા સમય સુધી તેના નામે રહેવાનો છે, કારણ કે બાંગ્લાદેશને વર્લ્ડ કપ સુધી કોઈ ટી-20 રમવાની નથી. સાઉદીએ અત્યાર સુધી T20I મેચોમાં 141 વિકેટ લીધી છે.
T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર:
- ટિમ સાઉથી- 141 વિકેટ
- શાકિબ અલ હસન- 140 વિકેટ
- રાશિદ ખાન- 130 વિકેટ
- ઈશ સોઢી – 119 વિકેટ
- લસિથ મલિંગા- 107 વિકેટ
ટિમ સાઉથીએ વર્ષ 2007માં ન્યૂઝીલેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી તે ન્યૂઝીલેન્ડના બોલિંગ આક્રમણનો મુખ્ય આધાર રહ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ માટે 111 T20 મેચમાં 141 વિકેટ લીધી છે, જેમાં 18 રનમાં 5 વિકેટના શ્રેષ્ઠ આંકડા છે.
ન્યુઝીલેન્ડનો પરાજય થયો
ન્યુઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે સાચો સાબિત થયો. ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 139 રન જ બનાવી શકી હતી. નાના લક્ષ્યને ઇંગ્લેન્ડે સરળતાથી 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. ઈંગ્લેન્ડના બ્રાઈડન કાર્સને તેની શાનદાર બોલિંગ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.