ભારતીય સેના ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના લશ્કરી વડાઓની બે દિવસીય બેઠકનું આયોજન કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન દ્વારા ઉભા કરવામાં આવેલા પડકારોનો સામનો કરવાનો છે, જેથી આ ક્ષેત્રમાં શાંતિ, સૌહાર્દ અને સ્થિરતાનું નિર્માણ થઈ શકે. તેનું આયોજન 26 અને 27 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં કરવામાં આવશે. અમેરિકી સૈન્ય આ બેઠકની સહ યજમાની કરશે. તેમાં 15 સૈન્ય વડાઓ ઉપરાંત 22 દેશોના પ્રતિનિધિમંડળો ભાગ લેશે.
જેમાં સ્વદેશી શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન યોજાશે
ઈન્ડો-પેસિફિક મિલિટરી ચીફ્સ કોન્ફરન્સ (IPACC) દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં પ્રદેશમાં સૈન્ય દળો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા વધારવાનો સમાવેશ થાય છે. આ બેઠક દરમિયાન ભારત દ્વારા સ્વદેશી શસ્ત્રો અને લશ્કરી સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે.
IPACC ના 13મા સત્ર ઉપરાંત, આર્મી 47મા પેસિફિક આર્મીઝ મેનેજમેન્ટ સેમિનાર (IPAMS) તેમજ સિનિયર એનલિસ્ટેડ લીડર્સ ફોરમ (SELF)નું પણ આયોજન કરશે.
વાઇસ આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારે કહ્યું કે આ ઈવેન્ટ એક સામાન્ય વિઝન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે આ કોન્ફરન્સ એ અર્થમાં મહત્વપૂર્ણ છે કે સેના પ્રમુખની સાથે 22 દેશોના નોન-કમિશન રેન્કના અધિકારીઓ તેમની પત્નીઓ સાથે તેમાં હાજરી આપશે.