જેરુસલેમમાં વસવાટ કરતા ભરતભાઈ સલામત હોવાનું પરિજનોએ જણાવ્યું
ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હાલ ચારે તરફ ચર્ચાનો વિષય બનેલ છે.. ત્યારે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોઠડી ગામમાંથી 10 થી વધુ યુવાનો ઇઝરાયેલમાં રોજગારી અર્થે વસેલા છે.. અંદાજિત 1000 ની વસ્તી ધરાવતું કોઠડી ગામના રહેવાસી મુળુભાઈએ જણાવ્યું હતું કે તેમના દીકરા ઘણા સમયથી પરિવાર સાથે ત્યાં વસવાટ કરી રહ્યા છે.
હાલ આ યુદ્ધના સમયમાં તે નિત્ય સંપર્કમાં છે અને આજ સુધી ત્યાં ફસાયા હોય કે કોઈ મુશ્કેલી હોય તેઓ માહોલ ત્યાં અનુભવ્યો નથી.. કોઠડી ગામના મોટાભાગના યુવાનો ઇઝરાયેલમાં ઘણા સમયથી ત્યાં ઓલ્ડ એજ લોકોની સેવા ચાકરી સેવા ક્ષેત્રેના વ્યવસાય સાથે સંકળાયેલા છે.. જેના બદલામાં તેને ત્યાં સારુ એવુ આર્થિક વળતર પણ મળે છે.