જૂનાગઢમાં ટીંબાવાડી વિસ્તારમાં વોંકળાની ઉત્તર બાજુએ આવેલી ગામતળની સર્વે નંબર 116 પૈકીની જમીન રાજ્ય સરકારે સાર્વજનિક હેતુ માટે રાખી હતી. જે જમીનની માલિકી મનપાની ના હોવા છતાં 17 વર્ષ પહેલા મહાનગરપાલિકાના શાસકોને આ જમીનની હરરાજી કરીને 84 લાખમાં બિલ્ડરોને વેંચી નાખી હતી. જે તે સમયે મનપાના જનરલ બોર્ડમાં આ જમીન બાબતે 4 સભ્યોએ વિરોધ કર્યો હતો. છતાં ૩૨ સભ્યોની બહુમીથી ઠરાવ કરીને જમીન વેંચી નાખ્યાનો મુદ્દો હાલ ચર્ચાના ચકડોળે ચડ્યો છે, ત્યારે જમીનને કાયદેસર કરવા માટે મનપા દ્વારા કલેકટર ઓફિસમાં રકમ જમાં કરાવવા ધમપછાડા શરૂ કર્યા છે.
આ મામલે કોર્ટ અને રાજ્ય સરકારના મહેસુલ વિભાગ, શહેરી વિકાસનો શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરનાર રાકેશભાઈ ગોવિંદભાઈ ડવએ વચ્ચે વિગતો આપતા કહ્યું હતું કે, ટીંબાવાડી ગ્રામ પંચાયતની સર્વે નંબર ૧૧૬/ જીર સરકારી જગ્યા છે. જે જગ્યા ગામતળની હોય માટે વોંકળા એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા વર્ષોથી અમલમાં હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર આ જમીન- સરકારી દફતરે હાલની તારીખે બોલે છે, આ જમીનનો હક્ક હિસ્સો સરકારનો જ હતો. છતાં પોતાની માલિકીના હોવા છતા વર્ષ ૨૦૦૬ નાં જૂનાગઢ મહાનગરપાલિકાએ ઠરાવ કરીને રૂ. ૮૪,૩7૫8૧ માં આ જમીનની હરાજી કરી નાખી અને ગણેશ કન્સ્ટ્રકશન એન્ડ ડેવલોપર્સને વેચાણ દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. જે તે સમયે ઠરાવ વખતે મનપાના ૪ સભ્યો જેમાં ૧૩ મુકેશભાઈ ધોળકિયા, રજાકભાઈ મહીડા, ૩૩ ગિરીશભાઈ કોટેચા ૪) ખાળ, બાલાભાઈ રાડાએ વોટ ફોર પોલની માંગણી કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો.
ખરેખર આ જમીનમાં દાતાર પર્વત ઉપરથી જ પાણીના નિકાલની વ્યવસ્થા છે. પરંતુ મહાનગરપાલિકાએ આ જમીન બિલ્ડરોને વેચી નાખતા તે જમીન ઉપર હાલ 150 જેટલા ફ્લેટ-દુકાનોનું મસમોટું મોતી પેલેસ નામનું બહુમાળી કોમ્પલેક્ષ ઉભું કરી લેવામાં આવ્યું છે. હવે જયારે અહીંના આસામીઓ દ્વારા વેંચાણ માટે દસ્તાવેજ કરવા તજવીજ કરતા આ જમીન ખરેખર સરકારી હોય. જેને લઇને દસ્તાવેજ અટકી ગયા છે. આથી 17 વર્ષ પહેલા કરેલી હરાજીની જમીનને કાયદેસર કરવા માટે. મહાનગરપાલિકાના શાસકો દ્વારા તે સમયે. મનપામાં જમાં થયેલ ૩,૮૪, ૩૭, 5૮૧ કલેકટરમાં ભરવા માટે નિયમોને નેવે મુકીને સ્થાઈ સમિતિમાં ઠરાવ કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે. જે આગામી તા.17/12/2005 ના રોજ મળનારી જૂનાગઢ મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં આ જમીનની જાહેર હરરાજી કરવા મામલે એક ઠરાવ મંજુર કરવામાં આવ્યો છે,
જેમાં આ ઠરાવની તરફેણમાં ગીતાબેન માલમ, અશોકભાઈ મકવાણા, નટુભાઈ ખીજડા, રેખાબેન પરમાર, અલકાબેન ત્રિવેદી, નરેન્દ્રભાઈ રાદડિયા, પ્રફુલાબેન ખેરાળા, ભરતભાઈ કરેણા, હરેશભાઈ પરસાણા, ગોપાલભાઈ રાખોલિયા, જ્યોતિબેન વાછાણી, નારીભાઈ નંદવાણી, હેમાબેન ધડુક, વિજયમાઈ વોરા, કરમણભાઈ રબારી, મહેશભાઈ ચુડાસમા, હંસાબેન ચુડાસમા. નિર્ભયભાઈ પુરોહિત, સ્મિતાબેન વસાવડા, પ્રદીપ ખીમાણી, શશીકાંતભાઈ ભીમાણી, રમાબેન હિરાણી, રાજુભાઈ અગ્રાવત, સંદીપભાઈ ચનીયારા, અરવિદભાઈ ભલાણી, સનતભાઈ પંડ્યા, નીરૂબેન કાંબલિયા, સરમણ ભાઈ સુત્રેજા, ગીતાબેન સોલંકી, લાખાભાઈ પરમાર સતિષભાઈ વીરડા, મનુભાઇ મોકારિયા એમ 32 સભ્યોએ મંજૂર કરવાની તરફેણમાં સભ્યોએ મતદાન કર્યુ હતું.