ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક ભારતીય જળસીમામાં ઘુસણખોરી કરવા બદલ એક માછીમારી બોટ અને ક્રૂના 13 સભ્યોની અટકાયત કરી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ પાકિસ્તાની માછીમારો અને બોટને વિગતવાર તપાસ માટે દ્વારકા જિલ્લાના ઓખા બંદરે લાવવામાં આવી રહી છે.
એવું કહેવાય છે કે ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ અરિંજયે 21 નવેમ્બરે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક ભારતીય જળસીમાની અંદર લગભગ 15 કિલોમીટર સુધી પાકિસ્તાની બોટમાંથી લોકોને માછીમારી કરતા જોયા હતા. જ્યારે બોટ ઝડપથી પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે જહાજે તેને રોકી હતી. ફિશિંગ બોટ નજ-રે-કરમ 19 નવેમ્બરે 13 ક્રૂ મેમ્બર સાથે કરાચીથી નીકળી હતી.