અનેક છોકરીઓને હાઇ હિલ્સ પહેરવાનો શોખ હોય છે. હાઇ હિલ્સથી શરીરને અનેક ઘણું નુકસાન થાય છે. હાઇ હિલ્સનો શોખ તમને સમય જતા ભારે પડી શકે છે.
હાઇ હિલ્સ તમારી સુંદરતામાં વધારો કરે છે એ વાત સો ટકા સાચી છે, પરંતુ તમને જણાવી દઇએ કે તમને આ શોખ સમય જતા ભારે પડી શકે છે. હાઇ હિલ્સ પહેરતા લોકો માટે આ આર્ટિકલ ખાસ છે. હંમેશા પગ માટે એવા ચંપલ તેમજ બૂટની પસંદગી કરો જે તમને પહેરવામાં એકદમ કમ્ફોર્ટેબલ હોય. આ સાથે તમારા પગને નુકસાન ના કરે.
આજકાલ દેખાદેખી અને હિરોઇનની જેમ પોતાની સ્ટાઇલ ચેન્જ કરવા માટે અનેક છોકરીઓ હાઇ હિલ્સ પહેરતી હોય છે. તો જાણો હાઇ હિલ્સ પહેરવાથી શું નુકસાન થાય અને તમે કઇ બીમારીઓનો ભોગ બની શકો છો.
હાઇ હિલ્સ પહેરવાથી તમે એક નહીં પરંતુ અનેક બીમારીઓનો ભોગ બની શકો છો. હાઇ હિલ્સ તેમજ પ્રોપર રીતે બૂટ-ચંપલ પહેરતા નથી તો પગમાં Bunions ની બીમારી થઇ શકે છે. આ ભવિષ્યમાં પોડિયાટ્રીની સમસ્યાઓનું કારણ બની શકે છે. હાઇ હિલ્સમાં તમારા પગની આંગળીઓ એક સાથે ચોંટી જાય છે અને તમારા પગના અંગુઠાને તેમજ પગ ખરાબ થવાની શરૂઆત થઇ જાય છે. હાઇ હિલ્સ પહેરવાથી પગના પર દબાણ વધારે આવે છે જેના કારણે હાડકાંઓને નુકસાન થાય છે.
હાઇ હિલ્સ પહેરવાથી બીજુ પણ નુકસાન થઇ શકે છે. હાઇ હિલ્સથી રુમટાઇડ આર્થરાઇટિસનું કારણ બની શકો છો. આ સાથે પગની આંગળીઓ અને આંતરિક રચનાને નુકસાન થઇ શકે છે. હાઇ હિલ્સથી ક્લો ટોની સમસ્યા થઇ શકે છે જેમાં તમારા અંગૂઠાની આંગળીઓ ચોંટી જાય છે. આ સાથે સાંધાનો દુખાવો થઇ શકે છે. ઘણી વાર પગ મચકોડાઇ પણ જાય છે.
આટલું જ નહીં, હાઇ હિલ્સ પહેરવાથી પગની આંગળીઓ ઓવરલેપ થઇ શકે છે, જેના કારણે તમારા પગ જાડા થઇ જાય છે અને દેખાવમાં ખરાબ લાગે છે. આમ, તમને પણ હાઇ હિલ્સ પહેરવાનો શોખ છે તો તમારે બંધ કરી દેવું જોઇએ. હંમેશા એવા ચંપલ અને બૂટ પહેરો જે તમારા પગને એકદમ અનુકૂળ હોય.