spot_img
HomeGujaratGujarat News: ભવનાથના મેળામાં આવતા પહેલા જાણો પાર્કિંગની જગ્યાનું સરનામું

Gujarat News: ભવનાથના મેળામાં આવતા પહેલા જાણો પાર્કિંગની જગ્યાનું સરનામું

spot_img

ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળો તા.5 માર્ચથી તા.8 માર્ચ દરમિયાન યોજાશે. આ મેળામાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી સ્વયંભૂ રીતે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. ત્યારે આ મેળામાં પધારતા ભાવિકો સહિતનાઓ માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને વાહન પાર્કિંગ સ્થળ નિયત કરવામાં આવ્યા છે.

જાહેરનામા મુજબ 2 જાહેર પાર્કિંગ સ્થળો નિયત કરવામાં આવ્યા છે. જેમાં નીચલા દાતાર પાસેની ખુલ્લી જગ્યામાં તમામ પ્રકારના વાહનો અને ભવનાથ ખાતે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ટુ વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે.

તમામ પ્રકારના વાહનો માટે નિ:શૂલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળોમાં શશીકાંત દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર), ડોલરભાઈ કોટેચાની વાડી (જુના દારૂખાનાની ખુલ્લી જગ્યા) મજેવડી રોડ પર વાહન પાર્ક કરી શકાશે.

Gujarat News: Know the parking lot address before coming to Bhavnath fair

તેમજ કાળુભાઈ સુખવાણીની વાડી તરીકે ઓળખાતી જમીન મજેવડી- ભવનાથ રોડ અને અશોકબાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તે વાહનો પાર્ક કરી શકાશે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ. ચૌધરીએ મળેલ સત્તાની રૂએ આ વાહન પાર્કિંગ સ્થળ જાહેર કર્યા છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular