સિટી કવરેજ ટીમ ડિજિટલ
citycoverage.in
ભાજપ દ્વારા લોકસભાની 26 પૈકીની જે 11 બેઠકો માટેના ઉમેદવારોનાં નામો બાકી છે. તેમાં સૌરાષ્ટ્રની અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરની બેઠકો માટે કોના માથે કળશ ઢોળાશે તેનું સસ્પેન્સ રાજકીય વર્તુળોમાં સર્જાયુ છે.આ ચારેય બેઠકો માટેનાં નામો નહી જાહેર થવા પાછળનાં અનેક પરિબળો કારણો રહ્યાં છે.
કોળી મતદારોના વર્ચસ્વવાળી સુરેન્દ્રનગર જુનાગઢ અને ભાવનગર બેઠક પર કોને ઉમેદવાર જાહેર કરવા તે મામલે બરાબરનો પેચ ફસાયો છે. આવા વાતાવરણમાં કોળી સમાજના નેતા અને ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને દિલ્હી આવી જવાનો આદેશ મળતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આગામી તારીખ ૬ આસપાસ ભાજપના રાષ્ટ્ર્રીય પાર્લામેન્ટરી બોર્ડની વધુ એક બેઠક મળનારી છે અને તેમાં ગુજરાતના બાકી રહી ગયેલા ૧૧ નામ જાહેર થાય તેવી ભારોભાર શકયતા છે.
જૂનાગઢની બેઠક દરેક ચૂંટણી વખતે ડખામાં જ રહેતી આવી છે. જૂનાગઢમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા રિપીટ થશે કે તેના બદલે અન્ય કોઈને ટિકિટ ફાળવવામાં આવશે તેવા સવાલો પૂછાઇ રહ્યા છે.
જૂનાગઢની બેઠક પર આંતરિક ડખો ઊડીને આખે વળગે તેવો છે.કોળી સમાજના રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ ન મળે તે માટે આંતરિક રાજકારણ પરાકાષ્ઠાએ છે. રાજેશભાઈ અને તેમના પિતા સામે થયેલી ડોકટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં થયેલી ક્રિમિનલ ફરિયાદ એટલી જ કારણભૂત બની રહેશે. જૂનાગઢની બેઠક માટે કોળી સમાજના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
જેમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ નું નામ મજબૂત દાવેદાર તરીકે આગળ આવી રહ્યું છે. તો ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુનું નામ પણ આગળ આવી રહ્યું છે.
કોળી સમાજ માટે તેની કામગીરી વિશેષ રહી છે. આ ઉપરાંત સશકત મહિલા કોળી નેતા તરીકે ગીતાબેન માલમ નું નામ પણ ચર્ચા રહ્યું છે.