spot_img
HomeGujaratGujarat News: આજે શિવરાત્રિનો મેળો પહોંચશે ચરમસીમા પર, આકર્ષણરૂપ રવેડી, સાધુ-સંતોનું મૃગીકુંડમાં...

Gujarat News: આજે શિવરાત્રિનો મેળો પહોંચશે ચરમસીમા પર, આકર્ષણરૂપ રવેડી, સાધુ-સંતોનું મૃગીકુંડમાં સ્નાન

spot_img

જૂનાગઢનાં મહાશિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ સાધુ- સંતોની રવેડી હોય છે. આજે મહાશિવરાત્રિના રાત્રે સાધુ-સંતોની વાજતે ગાજતે રવેડી યોજાશે, જેમાં અખાડાના આરાધ્યદેવને પાલખીમાં બિરાજમાન કરવામાં આવશે અને બાદમાં રવેડી નિયત રૂટ પર થઈ પરત ભવનાથ મંદિરે પહોંચશે. ત્યાં સાધુ સંતો મૃગી કુંડમાં સ્નાન કરશે અને ભવનાથ મહાદેવની મહાઆરતી યોજાશે. આ સમયે મેળો તેની ચરમસીમા પર પહોંચશે અને સાધુ સંતોનું મૃગીકુંડમાં સ્નાન થયા બાદ મોડી રાત્રે મેળાની પૂર્ણાહુતિ થશે.

ભવનાથ વિસ્તારમાં માનવ કીડીયારૂ ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા
જૂનાગઢનાં ભવનાથ તળેટીમાં ૫ માર્ચથી મહાશિવરાત્રી મેળો ચાલી રહ્યો છે. ગીરી તળેટીમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે અને મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટી રહ્યા છે. આજે સવારથી જ લોકોનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ વહેતો રહ્યો હતો અને રાત સુધી ગિરનાર રોડ પર લોકોની આવક જાવક ચાલુ રહી હતી.

આજે પણ બાઈક સિવાયના વાહનોને પ્રવેશબંધી કરવામાં આવી હતી. છતાં લોકો ગિરનાર દરવાજાથી પગપાળા તળેટી સુધી પહોંચ્યા હતા અને મહાદેવના દર્શન કરી અન્નક્ષેત્રમાં પ્રસાદ લઈ ચકડોળ અને વિવિધ રાઈડ્સમાં બેસી મેળાની મજા માણી હતી. આજે પણ ગઈકાલ જેટલી જ ભીડ રહી હતી અને ભવનાથ વિસ્તારમાં માનવ કીડીયારૂ ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આજે શિવરાત્રીનો મેળો તેની ચરમસીમાએ પહોંચશે
આજે મહાશિવરાત્રીના મેળાનો અંતિમદીવસ છે અને આ દિવસે મેળો તેની ચરમસીમા પર પહોંચશે. આવતીકાલે મહાશિવરાત્રી હોવાથી આશ્રમો મંદિર અને જગ્યાઓમાં અભિષેક, ભજન સહિતના કાર્યક્રમ તેમજ ભાંગની પ્રસાદી વિતરણ થશે. જ્યારે રાત્રે મેળાના મુખ્ય આકર્ષણરૂપ સાધુ સંતોની રવેડી યોજાશે. રવેડીનો જુના અખાડા ખાતેથી પ્રારંભ થશે. જેમાં જુના અખાડાના આરાધ્ય દેવ શ્રી દત્તાત્રેય ભગવાન, આવાહન અખાડાના શ્રીગણેશજી અને અગ્નિ અખાડાના આરાધ્યદેવ શ્રી ગાયત્રીમાતાને પાલખીમાં બીરાજમાન કરવામાં આવશે. રવેડીમાં અખાડાના સાધુ-સંતો, દિગમ્બર સાધુઓ લાઠી દાવ, અંગક્સરત અને તલવારબાજી જેવા કરતબ રજૂ કરશે. આ રવેડી જુના અખાડા ખાતેથી શરૂ થઈ મંગલનાથ આશ્રમ પાસેથી દતચોક થઈ ઇન્દ્રભારતીબાપુના ગેટ સુધી જશે. ત્યાંથી પરત બાજુના રોડ પર થઈ ભારતીઆશ્રમ પાસે થઈને પરત ભવનાથ મંદિરે પહોંચશે. જ્યાં સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરશે અને ભવનાથ મહાદેવની મહાઆરતી યોજાશે. બાદમાં ચાર દિવસીય મેળો સંપન્ન થશે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular