જ્યારે તમે ગર્લફ્રેન્ડ સાથે પહેલી વાર ફરવા જાવો છો તો નાની-નાની વાતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ. ખાસ કરીને આ વખતે વ્યક્તિ સુપર એક્સાઇટેડ હોવાને કારણે અનેક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે અંતે પસ્તાવાનો વારો આવતો હોય છે. રિલેશનશિપમાં ઘણી બાબતો એવી હોય છે જે તમે જાણતા-અજાણતા ઇગ્નોર કરો છો તો મોટી તકલીફમાં મુકાઇ શકો છો. આમ, તમે પહેલી વાર ગર્લફ્રેન્ડ સાથે ફરવા જાવો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો જેથી કરીને તમે મસ્ત લાઇફને એન્જોય કરી શકો.
આ ટિપ્સ ફોલો કરો
દરેક વ્યક્તિની પસંદ અલગ-અલગ હોય છે. કેટલાક લોકોને કુદરતી સૌદર્યં ગમે છે તો કેટલાક લોકોને પહાડી એરિયામાં ફરવાની મજા આવતી હોય છે. આ માટે તમે સૌથી પહેલાં સામેની વ્યક્તિની પસંદ અને નાપસંદ જાણી લો જેથી કરીને તમને પ્લાનિંગ કરવાની મજા આવે અને તમે દરેક પળને મસ્ત રીતે એન્જોય પણ કરી શકો. આમ, તમારા બન્નેના આ વિશે શોખ અલગ છે તો તમે સાથે મળીને પ્લાન કરો જેથી કરીને ફરવાની મજા આવે.
આ સમયે તમે રોમેન્ટિક બનો. રોમેન્ટિક તમારી રિલેશનશિપને મજબૂત કરવાનું કામ કરે છે. આ સાથે વાતો કરવાનું રાખો. બીજી એક્ટિવિટીને તમે ટ્રાવેલિંગ સમયે સાઇડમાં મુકી દો. ટ્રાવેલિંગ સમયે તમે પાર્ટનરને સમય આપતા નથી અને સતત મોબાઇલ જોયા કરો છો અથવા તો ફ્રેન્ડ્સ સાથે વાતો કરો છો તો આ તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
ટ્રાવેલિંગ સમયે તમે જેવા છો એવા દેખાવો. તમે ઓવર રિએક્ટ કરો છો તો સામેની વ્યક્તિને આ વાત જરા પણ પસંદ પડતી નથી. આ માટે હંમેશા તમે જેવા છો એવા દેખાવો. આ પરિસ્થિતિ તમારા સંબંધોને વધારે મજબૂત બનાવે છે.
તમે ફર્સ્ટ ટાઇમ સાથે ફરવા ગયા છો તો ખાસ કરીને એ પળોને કેપ્ચર કરી લો જે તમારા માટે મેમોરેબલ બની રહે. આ સમયે તમે પાર્ટનર સાથે મસ્ત ફોટા પણ ક્લિક કરાવી શકો છો. આમ, તમે તસવીરો સાથે દરેક પળોને એન્જોય કરો.
તમે આ સમયે પાર્ટનરને કોઇ મસ્ત ગિફ્ટ આપો. ગિફ્ટ આપીને તમે મસ્ત રીતે પળને એન્જોય કરી શકો છો. જો કે હાલમાં ટ્રેન્ડ છે કે તમે ફરવા જાવો ત્યારે એકબીજાને ગિફ્ટ આપો.