Travel News: ગુજરાત તેની સંસ્કૃતિ અને ખાવાપીવા માટે જાણીતું છે. દેશ અને દુનિયાના પર્યટકો અહીંની સંસ્કૃતિ અને શહેરોને જોવા માટે આવે છે. ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પણ ગુજરાતે પોતાની ઓળખ જાળવી રાખી છે. ગુજરાતમાં એવા ઘણા પ્રખ્યાત મંદિરો છે, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને પરમાત્માના દર્શન કરવાનો લહાવો લે છે. સોમનાથથી લઈને દ્વારકાધીશ સુધીના મંદિરોમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા પરિવારની સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ગુજરાતના આ પ્રખ્યાત મંદિરોએ જવાનું ભૂલશો નહીં.
અક્ષરધામ મંદિર
સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દેશના સૌથી મોટા મંદિરોમાંથી એક છે. કોતરેલા સ્તંભો, ગુંબજ અને મૂર્તિઓ તમને ખૂબ જ પસંદ આવશે. તે ગાંધીનગરમાં આવેલું છે. એવું કહેવામાં આવે છે કે હજારો કારીગરોએ આ મંદિરને બનાવ્યું છે. આ ભગવાન સ્વામિનારાયણના નિવાસસ્થાન તરીકે પ્રખ્યાત છે. તેને ગુલાબી સેંડસ્ટોનથી બનાવવામાં આવ્યું છે.
દ્વારકાધીશ મંદિર
દ્વારકાધીશ મંદિર દેશના સૌથી લોકપ્રિય મંદિરોમાંથી એક છે. તે ગુજરાતના દ્વારકા શહેરમાં આવેલું છે. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે તમે આ સુંદર મંદિરે પણ જઈ શકો છો.
સોમનાથ મંદિર
આ મંદિર ગુજરાતના સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક માનવામાં આવે છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. આ મંદિરમાં ભગવાનના દર્શન કરવા દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવે છે.
અંબાજી મંદિર
આ મંદિર પ્રખ્યાત હેરિટેજ સ્થળોમાંથી એક છે. તે અમદાવાદથી લગભગ 185 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં ઉજવવામાં આવતા તહેવારોમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સામેલ થાય છે. હકીકતમાં આ સમય દરમિયાન અહીની સુંદરતા જોવાલાયક હોય છે. લાખોની સંખ્યામાં દર વર્ષે લોકો અહીં આવે છે.