ભારત એક એવો દેશ છે જ્યાં અનેક જગ્યાઓ પર ફરવાની તમને મજા આવે છે. ભાષા, ત્યાંની સંસ્કૃતિ અને સાથે ત્યાંના લોકોનો પહેરવેશ આપણને આકર્ષે છે. આમ વાત કરવામાં આવે તો હવે સ્કૂલોમાં વેકેશન પડશે. વેકેશનમાં ફરવા માટે લોકો અનેક પ્રકારના ટ્રાવેલ ડેસ્ટિનેશન સર્ચ કરતા હોય છે. કોઇ ભારતમાં ફરે છે તો કોઇ બહારના દેશમાં ફરવાનું પ્લાનિંગ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને આ આર્ટિકલમાં ભારતની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમને ફરવાની બહુ મજા આવશે. તો જાણો આ ડેસ્ટિનેશન વિશે.
કપલ્સ માટેના બેસ્ટ ડેસ્ટિનેશન
ગોવા
ગોવા કપલ્સ માટે લોકપ્રિય હનીમૂન ડેસ્ટિનેશન છે. લગ્ન કર્યા પછી મોટાભાગના કપલ ગોવા ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. ગોવામાં લેટ નાઇટ પાર્ટીનો આનંદ તમે લઇ શકો છો. ગોવામાં અનેક જગ્યાઓ એવી છે જ્યાં તમે સસ્તામાં મસ્ત ફરી શકો છો. ગોવામાં તમે અનેક રીતની મજા માણી શકો છો.
મનાલી
મનાલી પણ કપલ્સ માટે ફેમસ છે. અહીંની હરિયાળી અને ખૂબસુરત પહાડો જોઇને આંખોને ઠંડક મળે છે. ઠંડીના દિવસોમાં અહીંયા તમે સ્નો ફોલની મજા લઇ શકો છો. અહીંયા દરેક સિઝનમાં વાતાવરણ મસ્ત રહે છે.
ઉદયપુર
તમે હજુ સુધી ઉદયપુર ગયા નથી? તો તમે એક વાર ચોક્કસથી આ પ્લેસ પર ફરવાનો પ્લાન કરો. ઉદયપુર ફરવા માટે એક બેસ્ટ પ્લેસ છે. ઉદયપુર તમે તમારા બજેટમાં ફરી શકો છો. અનેક લોકો લગ્ન કર્યા પછી ઉદયપુર હનીમૂન માટે વિચારતા હોય છે. ઉદયપુરમાં અનેક સ્થળો એવા છે જે તમને જોવાની બહુ મજા આવે છે.
કોવલમ
કોવલમ પ્રેમીઓ માટે માર્ચ મહિનામાં હનીમૂન ટ્રિપ માટે શાનદાર જગ્યા છે. આ કેરળનો સૌથી સારામાં સારો સમુદ્રતટ છે. આનું અદભૂત પાણી કેરળને એક મહત્વપૂર્ણ ફરવા માટેનું કેન્દ્ર બનાવે છે. અહીં આવેલા પહાડો, તાડના ઝાડ જોઇને તમે ખુશ થઇ જાવો છો. આ સિવાય પણ બીજી અનેક જગ્યાઓ એવી છે જ્યાં તમને ફરવાની મજા આવે છે.
આમ, આ જગ્યાઓ એવી છે જ્યાં તમે સસ્તામાં સારુ ફરી શકો છો. આ ટ્રાવેલ ડેસ્ટિનેશનમાં તમે ઉદયપુર તેમજ કેરળ ફેમિલી સાથે પણ ફરવાની મજા માણી શકો છો.