spot_img
HomeLatestNationalNational News: શું છે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ અને તેના અમલ પછી કેવા...

National News: શું છે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ અને તેના અમલ પછી કેવા થશે ફેરફારો?

spot_img

National News:  કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે, નાગરિકતા સંશોધન કાયદો હવે દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. નાગરિકતા સંશોધન બિલ ડિસેમ્બર 2019 માં સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બનેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે.

6 ધર્મના લોકોને ભારતીય નાગરિકતા મળી રહેશે

આ કાયદો પાંચ વર્ષ પહેલા એટલે કે 2019 માં મંજૂર થયો હતો. ભારત દેશના નાગરિક કોણ છે તેની પરિભાષા 1955માં એક કાયદો બનાવીને કરવામાં આવી જેને નાગરિકતા અધિનિયમ 1955 નામ અપાયું. મોદી સરકારે આ કાયદામાં સંશોધન કર્યું છે. જેને નાગરિકતા સંશોધન બિલ 2016 નામ આપવામાં આવ્યું છે. સંશોધન બાદ દેશમાં 6 વર્ષ રહેતા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના 6 ધર્મના (હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ) લોકોને કોઈ જરૂરી દસ્તાવેજ વગર ભારતીય નાગરિકતા આપવામાં આવશે. પહેલા નાગરિકતા અધિનિયમ 1955 પ્રમાણએ જરૂરી દસ્તાવેજ હોય તો જ આ દેશના લોકોને 12 વર્ષ પછી નાગરિકતા મળી શકતી હતી.

નાગરિકતા સંશોધન કાયદો શું છે?

આ કાયદો કોઈને નાગરિકતા આપવા માટે કે નાગરિકતાથી વંચિત કરવા માટે નથી. પરંતુ તે નાગરિકતા માટે અરજી કરતા લોકોની શ્રેણીમાં ફેરફાર કરવા માટે છે. આવા લોકોને ગેરકાયદેસર સ્થળાંતરની વ્યાખ્યામાંથી મુક્તિ આપીને કોઈપણ વ્યક્તિ જે હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી સમુદાયની છે અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાંથી ધાર્મિક અત્યાચારના ડરથી 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં આવ્યા હોય.

નાગરિકતા મેળવવા માટે કઈ રીતે અરજી કરવા પાત્ર બની શકાય?

આ કાયદો તેમને નાગરિકતા નથી આપતો પરંતુ તેમને નાગરિકતા મેળવવા માટે અરજી પાત્ર બનાવે છે. આથી તેઓએ એવું સાબિત કરવું પડશે કે તેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારત આવ્યા છે, તેમજ પાંચ વર્ષ તેઓ ભારતમાં રહી ચૂકયા છે. તેમજ તેમની સાબિત કરવું પડશે કે તેઓ ધાર્મિક અત્યાચારને કારણે તેમના દેશોમાંથી ભાગીને આવ્યા છે. આ લોકો ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં આપેલી ભાષાઓ બોલે છે. તેમજ સિવિલ કોડ 1955ની ત્રીજી અનુસૂચિની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આના દ્વારા તેઓ અરજી કરવા પાત્ર બનશે. તે પછી તે ભારત સરકાર પર નિર્ભર રહેશે કે તે તેમને નાગરિકતા આપે છે કે નહીં.

 

ભારત શરણાર્થીઓને કેવા પ્રકારના વિઝા આપે છે?

આ કાયદા હેઠળ જે શરણાર્થી યોગ્યતા નથી ધરાવતા તેઓ કોઈ જ પરિવર્તન વગર ભારતની શરણાર્થી નીતિ હેઠળ સુરક્ષિત રહી શકે છે. આ શરણાર્થીઓ માટે લાંબા ગાળાના સ્ટે વિઝા જાહેર કરવામાં આવે છે. યુએન રેફ્યુજી એજન્સી અનુસાર, મ્યાનમાર (બર્મા), શ્રીલંકા, અફઘાનિસ્તાન વગેરે દેશોમાંથી ઘણા શરણાર્થીઓ ભારતમાં આ રીતે સુરક્ષિત જીવી રહ્યા છે. સરકાર કહે છે કે આ કાયદો મુસ્લિમ શરણાર્થીઓને આવરી લેતો નથી.

બિન મુસ્લિમ શરણાર્થીઓ માટે શું છે પડકાર?

બિન મુસ્લિમ શરણાર્થીઓ માટે બંધારણીય રીતે પડકારજનક છે. એમને લઈને એવો દ્રષ્ટિકોણ રાખવામાં આવે છે કે તેમની સાથે ત્યાં એવો વ્યવહાર કરવામાં આવે છે કે તેઓ તે દેશમાં રહેવાને લાયક જ ન હોય. તેથી જ બિન મુસ્લિમો માટે માફી જ અર્થપૂર્ણ છે.

સરકાર રોહિંગ્યા મુદ્દાને કેવી રીતે સંભાળી રહી છે?

બર્માની સ્થિતિ એવી છે કે જ્યારે બ્રિટને બર્મા પર કબજો કર્યો હતો ત્યારે રોહિંગ્યા અવિભાજિત ભારતના સમય દરમિયાન અહી આવ્યા હતા. તેથી, બર્મા તેમને તેના વંશીય ગ્રુપ અને યોગ્ય નાગરિકતામાં સમાવતું નથી. ભારત આ વિવાદમાં ફસાયું છે. રોહિંગ્યાઓને ભારતમાં શરણાર્થી સુરક્ષા અને લાંબા ગાળાના વિઝા મળ્યા છે. પરંતુ તેઓ નાગરિકતા માટે લાયક રહેશે નહીં.

શું આ કાયદો મુસ્લિમ વિરોધી છે?

સરકારનું કહેવું છે કે, આ કાયદો મુસ્લિમ વિરોધી નથી. આ કાયદા પ્રમાણે જે કોઈ હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ, પારસી અને ખ્રિસ્તી વ્યક્તિ બીજા દેશમાં અત્યાચારના કારણે ભારત આવી છે, તેમને પાછી નહીં મોકલવામાં આવે. તેનો અર્થ એવો નથી કે, તેઓ ક્યારેક અહીં નાગરિકત્વને લાયક બની જશે. આ કાયદાનો હેતુ એ છે કે, જે લોકો પર બીજા દેશોમાં સતત અત્યાચાર થઈ રહ્યો છે, તેમને ભારતમાં સુરક્ષા મળે. સરકાર આ કાયદાને આધીન રહેશે. અલબત્ત, આગામી 50 વર્ષમાં શરણાર્થીઓ માટે સ્થિતિ સારી નહીં થાય, તો ભારત સરકાર બંધારણમાં વિસ્તરણ કરીને તેમની સુરક્ષા વધારશે, પરંતુ હાલ તો સરકારની નીતિ આ જ રહેશે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular