spot_img
HomeGujaratKetan Inamdar Resignation: સાવલીના MLA કેતન ઇનામદારે આપ્યું રાજીનામું, મોડી રાતે વિધાનસભા...

Ketan Inamdar Resignation: સાવલીના MLA કેતન ઇનામદારે આપ્યું રાજીનામું, મોડી રાતે વિધાનસભા અધ્યક્ષને ઈમેઇલ કર્યો

spot_img

સરકાર સામે વારંવાર બાંયો ચડાવતા અને અગાઉ બરોડા ડેરીના પ્રમુખ અને વહીવટ કરતાઓ સામે ખેડૂતોના પ્રશ્નોને લઈને આંદોલન ચલાવનાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાજપના યુવા ધારાસભ્ય કેતન ઈનામદારે (Ketan Inamdar) ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે. અચાનક ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને સંબોધીને પત્ર લખીને પોતાનું રાજીનામું આપતો પત્ર પાઠવતા ચકચાર મચી ગઈ છે. જેને લીધે રાજકારણ ગરમાયુ છે. લોકસભા ચૂંટણી પૂર્વે વડોદરાના રાજકારણમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની 135 વિધાનસભા બેઠકના ભાજપના લોકલાડીલા યુવા ધારાસભ્ય કેતન ઇનામદારે આજે અચાનક ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને સંબોધીને પત્ર લખીને રાજીનામું ધરી દેતા રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. ધારાસભ્ય કેતન ઇનામદારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને સંબોધીને લખેલ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, “હાલ પોતાના અંતરઆત્માના અવાજને માન આપીને મારા ધારાસભ્ય પદે થી રાજીનામું આપું છું.”

ધારાસભ્ય કેતન ઇનામદારએ ચાર વર્ષ પહેલાં પણ વિજય રૂપાણી પર ઠીકરા ફોડીને તેમની સરકારમાં જ તેમના કામ ન થતા હોવાના આક્ષેપો સાથે રાજીનામું આપી દીધું હતું. જોકે સમજાવટ અને કાર્યો કરવાની બાહેધરી આપ્યા બાદ કેતન ઇનામદારે રાજીનામુ પરત ખેંચ્યું હતું.

કેતન ઇનામદારે રાજીનામાના પત્રમાં લખ્યું કે, માનનીય, અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર. સુજ્ઞમહાશયશ્રી,
વંદેમાતરમ્ સહ જણાવું છું કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર, ૧૩૫-સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરૂ છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારૂ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વિકારવા વિનંતિ છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular