Ahemdabad News: અમદાવાદ સરસપુરની અને યુ.કેમાં રહીને વિઝા કન્સ્લ્ટિંગનું કામ કરતી મહિલઆએ અગાઉ તેમના મિત્રએ તેમને યુ.કે.માટેની ફાઇલ અને ઇમિગ્રેશન ફાઇલ ક્લીયર કરાવવાનું કામ સોંપ્યું હતું, પરંતુ તેઓ વિદેશ હોવાથી તેમને વડોદરામાં ઓફિસ ધરવી અમદાવાદમાં રહેતા દંપતિને આ કામ સોંપ્યું હતું. જે તે સમયે દંપતિએ રૃા. ૧૩ લાખ લઇને ૧૦ દિવસમાં કન્ફર્મેશન લેટર આવી જશે કહીને રૃપિયા પડાવી લીધા હતા. પરંતું સમય જતાં કોઇ લેટર આવ્યો ન હતો અને રૃપિયા પણ પરત આવ્યા ન હતા. મહિલાએ અમદાવાદ આવીને રૃપિયાની માંગણી કરતા દંપતિએ રૃપિયા નહી મળે જે થાય તે કહી લેવાનું અને ટાંટિયા તોડવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે શહેર કોટડાપોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પૈસા પાછા આપવાના બદલે ટાંટિયા તોડવાની ધમકી આપતા યુવતીએ દંપતિ સામે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી સરસપુરમાં રહેતી મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં વેજલપુરમાં રહેતા પતિ અને પત્ની સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ યુ.કે હતા ત્યારે ચારેક મહિના અગાઉ તેમના મિત્રએ યુ.કે.માટેની ફાઇલ તથા ઇમિગ્રેશન ફાઇલ ક્લીયર કરવાનું કામ તેમને આપ્યું હતું.
પરંતુ તેઓ વિદેશ હોવાથી તેમણે આ કામ વડોદરામાં ઓફઇસ ધરાવતા અને અમદાવાદમાં રહેતા ઉપરોક્ત દંપતિ સાથે ફરિયાદીએ વાત કરી હતી. દંપતિએ ખર્ચ પેટે રૃ. ૧૫ લાખની વાત કરી હતી.
ત્યારબાદ દંપતિ રૃા. ૧૩ લાખ આપો એટલે ૧૦ દિવસમાં કન્ફર્મેશન લેટર મોકલી આપવાની વાત કરી હતી અને કામ પૂર્ણ થયા બાદ બીજા બે લાખ આપજો તેમ કહ્યું હતું. જેથી ફરિયાદીએ પોતાની બહેન પાસેથી વિદેશથી જીજ્ઞોશ રૃા. ૧૩ લાખ ટ્રાન્સફર કર્યા હતા. પરંતું ૧૫ દિવસ થયા દંપતિ દ્વારા કોઇ લેટર આપ્યો ન હતો. એટલું જ નહી દંપતિએ કેનેડામાં ઇસ્યું ચાલે છે માટે તમારૃ કામ થાય તેમ લાગતું નથી તેમ કહ્યું હતું. જેથી ફરિયાદી મહિલાએ રૃપિયા પરત માંગતા દંપતિ વાયદા કરતા હતા, જે બાદ મહિલા અમદાવાદ આવ્યા હતા અને અવાર નવાર રૃપિયાની ઉઘરાણી કરવા છતાં દંપતિએ રૃપિયા આપ્યા ન હતા તેમજ તમારાથી જે થાય તે કરી લે જો હવે ફોન કરશો તો ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.