spot_img
HomeGujaratGujarat News: જૂનાગઢની જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ ખાતે વાર્ષિક રક્તદાન શિબિર યોજાયો, રક્તદાન...

Gujarat News: જૂનાગઢની જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ ખાતે વાર્ષિક રક્તદાન શિબિર યોજાયો, રક્તદાન કરીને 23 માર્ચ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

spot_img

સિટી કવરેજ ટીમ ડિજિટલ
citycoverage.in

જૂનાગઢની જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ ખાતે મેડિકલના વિદ્યાર્થી અને ડોક્ટરો (તબીબી શિક્ષકો) દ્વારા તા. ૨૧ – ૩ – ૨૪ ને ગુરુવારના રોજ એક વાર્ષિક રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો. ૨૩ માર્ચ વીર શહીદના બલિદાનની શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાવથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સીવીલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આ રક્તદાન કેમ્પમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તબીબી શિક્ષકો સહિત સ્ટાફ ગણે પોતાનું રક્તનું દાન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ રક્તદાન કેમ્પમાં કુલ 115 બોટલ રક્તની એકત્રિકરણ કરવામાં આવી હતી. રક્તદાન કેમ્પ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ, જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગ થવાના હેતુસભર યોજવામાં આવ્યો હતો.

કેમ્પનું ઉદઘાટન કોલેજના ડીન ડો. હણમંત આમણે સાહેબ, સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ, એડિશનલ ડીન ડો. પૃથ્વીસિંહ વાઘેલા સાહેબ, ડો. નયના લકુમ મેડમ, ડો. જીતેન્દ્ર તન્ના સાહેબ, ડો. અમીત ત્યાગી સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે કોલેજના તથા હોસ્પિટલના ડોક્ટર શ્રીઓ સહિત સ્ટાફ ગણે ઉપસ્થિત રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધારવામાં સહભાગી થયા હતા. આ કેમ્પ ને સફળ બનાવવા બ્લડ બેન્કના ડો. હિરેન મુંડિયા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી તેવું જૂનાગઢ જીએબીઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બ્લડ બેંક વિભાગના ડો. ભાવિન પઢારીયાએ જણાવ્યું હતું.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular