spot_img
HomeGujaratGujarat News: સ્વામિનારાયણ મંદિર રાધારમણદેવ વહીવટી સમિતિની ચુંટણીમાં સંપુર્ણ બોર્ડ બિનહરીફ જાહેર...

Gujarat News: સ્વામિનારાયણ મંદિર રાધારમણદેવ વહીવટી સમિતિની ચુંટણીમાં સંપુર્ણ બોર્ડ બિનહરીફ જાહેર થયેલ

spot_img

સિટી કવરેજ ટીમ ડિજિટલ
citycoverage.in

શ્રી સ્વામિનારાયણ મંદિર રાધારમણદેવ વહીવટી સમિતિની ચુંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયેલ. જેમાં ત્યાગી તથા ગૃહસ્થ વિભાગમાં ૨૯ જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય થયેલ હતા. હાલમાં જૂનાગઢ મુખ્ય મંદિરમાં વડતાલ ગાદીના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આર્શિવાદથી ચેરમેન સ્વામી શ્રી દેવનંદનદાસજીના માર્ગદર્શનમાં ટ્રસ્ટીશ્રી પ્રેમસ્વરૂપદાસજી (વંથલી), હીરેનભગત, બોર્ડ સલાહકાર પૂ. ભાનુપ્રકાશદાસજી-ગઢડા, બોર્ડ સલાહકાર પૂ. બાલમુકુંદદાસજી સ્વામી – સરધાર, તથા વાઇસ ચેરમેન ૫.ભ.શ્રી રાજેશભાઇ જયંતીભાઇ માંગરોળીયા તથા ટ્રસ્ટીશ્રીઓ પુનમભાઇ પડશાળા, નટુભાઇ બોરીસાગર, બળવંતભાઇ ધામી તથા વિવેકભાઈ ગોહેલ વગેરે ટ્રસ્ટી મંડળ દ્વારા અનેક વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. જેમાં મુખ્ય મંદિરનો જીણોદ્વાર તેમજ આરસથી મઢવાનુ કામ, મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ, નુતન ભોજનાલય નિર્માણ કાર્ય, હરિભક્તોના ઉતારાનુ સમારકામ તેમજ સંસ્થાની જમીન સંપાદન કરવાના અનેક કાર્યો ચાલી રહ્યા છે.

તેમજ કોરોના મહામારી દરમ્યાન આઇસોલેશન સેન્ટર દ્વારા સમાજ સેવા તથા વાવાઝોડા અને પુરના પ્રકોપ દરમ્યાન મંદિર તરફથી અનેક સામાજીક સેવાઓ કરવામાં આવેલ હતી આ વિકાસ કાર્યો અને સેવાને ધ્યાને લઇ સમસ્ત ત્યાગી તેમજ ગૃહસ્થ વિભાગના તમામ ઉમેદવારોએ સ્વેચ્છાએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા સંપુર્ણ બોર્ડ બીનહરીફ જાહેર થયેલ છે અને ચેરમેન કો.સ્વા.દેવનંદનદાસજીના માર્ગદર્શનમાં સમસ્ત સંત તથા સત્સંગ સમાજે પોતાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. વાદ નહી વિવાદ નહી વિકાસ સિવાઇ બીજી વાત નહી. આ સુત્રને ધ્યાનમાં લઇ સંત વિભાગમાં કોઠારી સ્વામી પુરૂષોતમપ્રકાશદાસજી (પી.પી.સ્વામી), સ્વામી રાધારમણદાસજી તથા પાર્ષદ વિભાગમાં પાર્ષદ હીરેનભગતજી, ગૃહસ્થ વિભાગમાં પુનમભાઈ પડશાળા, નટવરલાલ બોરીસાગર, બળવંતભાઇ ધામી તથા વિવેકભાઇ ધીરૂભાઈ ગોહેલ સહીત કુલ સાત સભ્યો સાથે સંપુર્ણ બોર્ડ બીનહરીફ જાહેર થયા. તેમ મંદિરના મુખ્ય કોઠારીશ્રી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢ) વાળા તથા શાસ્ત્રી સ્વામી કુંજવિહારીદાસજીની યાદીમાં જણાવાયુ છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular