Jamnagar News: જામનગર મહાનગર પાલિકાના સીટી ઈજનેરને પૂર્વ કોંગી કોપીરેટરે ફાઈલ ક્લિયર કરાવવાના પ્રશ્ને ધાકધમકી આપી જો સારી રીતે નોકરી કરવી હોય તો ખંડણી પેટે દર મહિને 1 લાખ રૂપિયા આપવા પડશે નહીંતર વકીલ હારુન પલેજાનું ખૂન થયું તે રીતે ખૂન કરાવી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં એસ્ટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાની કે જેઓની કચેરીમાં પૂર્વ કોંગી કોર્પોરેટર તેજશી ઉર્ફે દીપુ પારીયા, કે હાલમાં તેના પત્ની સમજુબેન કોર્પોરેટર છે.
તેના કામોના બહાને મહાનગર પાલિકાની કચેરીમાં અવર-જવર કર્યા પછી ફાઈલ ક્લિયર કરવા બાબતે સિટી ઈજનેર ને ધમકી આપી હતી અને પોતાને મહાનગરપાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને 1 લાખ રૂપિયા ખંડણી પેટે આપવા પડશે, તેવી માંગણી કરી હતી.
જો ફાઈલ ક્લીયર નહીં કરી આપે, તેમ જ પૈસા નહીં આપે, તો જે રીતે વકીલ હારુન પલેજાનુ ખૂન થયું છે. તે રીતે ખૂન કરાવી નાખવાની ધમકી ઉચારી હતી. તેમજ પોતે દલિત જ્ઞાતિ ના હોવાથી એસ્ટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી ઉચ્ચારી હતી, અને અધિકારીની કચેરીમાં તેનો કાંઠલો પકડી લઈ અશોભનીય વર્તન કર્યું હતું.