Vastu Tips: હિંદુ ધર્મ મુજબ માણસના જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. જો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ચીજ વસ્તુઓની ગોઠવણી કરવામાં આવી હોય તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને પ્રગતિ પણ લાવે છે. જેમાં રસોડાની ચીજ વસ્તુઓની ગોઠવણ પણ ખૂબ મહત્વની મનાય છે. પરંતુ જો રસોડામાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવેલી હોય તો તે સકારાત્મકતાની જગ્યાએ નકારાત્મકતા ફેલાવે છે સાથે તમને નુકસાન પણ થઈ શકે છે. માટે તમારે નુકસાનીમાંથી બચવું હોય તો રસોડામાંથી કેટલીક વસ્તુઓ આજે જ દૂર કરી દેવી જોઈયે.
રસોડામાંથી આ વસ્તુઓ કરો દૂર
જો તમે તમારા રસોડામાં સાવરણી રાખતા હોય તો તેને વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે.તેને તુરંત જ રસોડાથી દુર કરો. રસોડામાં સાવરણી રાખવાથી વાસ્તુ દોષ થાય છે. પરિવારના સભ્યો વચ્ચે ઝઘડાઓ પણ થાય છે.
અનેક લોકો પોતાના રસોડામાં મંદિર રાખતા હોય છે. પરંતુ રસોડામાં મંદિર રાખવું વાસ્તુની દ્રષ્ટીએ અશુભ મનાય છે. જો તમે રસોડામાં મંદિર બનાવ્યું છે તો તે મંદિર હટાવી દો. કેમ કે રસોડામાં મંદિરના હોવાથી પરિવારના સભ્યો પર નકારાત્મક અસર પડે છે.
કેટલાયના રસોડામાં તૂટેલા વાસણો પડ્યા હોય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટીએ રસોડામાં તૂટેલા વાસણ ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ તૂટેલા વાસણ રસોડામાં રાખવાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે.
આ સિવાય અનેક લોકો રસોડામાં બીજી એક ભૂલ પણ કરતા હોય છે. જેમાં લોકો રાત્રે લોટને ભેળવીને ફ્રિજ રાખીને બીજા દિવસે તેમાથી રોટલી બનાવતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ વાસી લોટમાંથી રોટલી બનાવવાથી પરિવાર પર શનિ અને રાહુની નકારાત્મક અસર પડે છે.