Astrology Nws: વાસ્તુશાસ્ત્ર મુજબ સારા પરિણામ મેળવવા વસ્તુઓને યોગ્ય દિશા અને સ્થાન પર રાખવી જરૂરી છે. વાસ્તુમાં દિશાઓનું પણ ખૂબ મહત્ત્વ હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, રસોડાને પણ ઘરનો મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રસોડામાં અન્નપૂર્ણા માતાનો વાસ હોય છે. જો માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે તો ઘરમાં ક્યારેય અન્નની કમી નથી થતી. એટલે જ જો માતા અન્નપૂર્ણાને હંમેશા પ્રસન્ન રાખવા હોય તો રસોડામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
ધાર્મિક માન્યતાઓ અનુસાર, રસોડામાં અન્નપૂર્ણા માતાનો વાસ હોય છે. જેથી તમે અન્નપૂર્ણા માતાને પ્રસન્ન રાખવા માંગો છો તો રસોડામાં ક્યારેય સ્નાન કર્યા વગર પ્રવેશ કરવો નહીં. આ સિવાય રસોડામાં સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. રસોડામાં અન્નપૂર્ણા માતાની તસ્વીર રાખવાથી તેમની કૃપા બની રહે છે અને ક્યારેય ધન-ધાન્યની કમી થતી નથી.
આ સિવાય રાતના સમયે રસોડામાં ક્યારેય ધોયા વગરના એંઠા વાસણો રાખવા નહીં, ઘણા લોકો આવી ભૂલ કરતા હોય છે. પરંતુ આમ કરવાથી માતા અન્નપૂર્ણા અને લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે. જેના કારણે પૈસાની તંગી પણ આવી શકે છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાત્રે ક્યારેય રસોડામાં એંઠા વાસણ મૂકીને ઊંઘવું નહીં.
રસોડામાં રસોઈ ગેસને દક્ષિણ-પૂર્વ દિશામાં જ રાખવો. રસોડામાં ક્યારેય પાણી અને આગ એકબીજાની નજીક ન રાખવા જોઈએ, આમ કરવું અશુભ માનવામાં આવે છે. આ સિવાય જ્યારે તમે જમવા બેઠા હોવ ત્યારે તમારો ફેસ ઉત્તર-પૂર્વ દિશા તરફ જ રાખવો જોઈએ.