ઉનાળો આવતાની સાથે બજારમાં આઈસ કેન્ડી ખાવા લોકોની લાઈનો લાગતી હોય છે. બજારમાં મળતી કેન્ડીમાં આર્ટિફિશિયલ કલર અને ખાંડ નાખવામાં આવે છે, પરંતુ જો તમે ખાંડ અને કલર વગર કેન્ડી ઘરે બનાવવા માંગતા હોવ તો અહિયાં આપેલી સરળ રેસિપી
આઈસ કેન્ડી બનાવવાની સામગ્રી
- 2 કપ કાળી દ્રાક્ષ,
- 1/2 કપ પાણી,
- 2 ચમચી ચાટ મસાલો,
- 1 ચમચી કાળું મીઠું.
આઈસ કેન્ડી બનાવવાની રીત
સ્ટેપ- 1
સૌ પ્રથમ એક મિક્સર જારમાં દ્રાક્ષ અને થોડું પાણી ઉમેરીને પીસી લો.
સ્ટેપ- 2
મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં કાલા નમક,ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો.
સ્ટેપ- 3
હવે કેન્ડી મોલમાં ઉમેરીને ફ્રીજરમાં સેટ થવા મૂકો.
સર્વ કરો
કેન્ડી તૈયાર થઈ ગઈ છે, તમે સર્વ કરી શકો છો.