Kerala: કેરળના કોચીમાં ઇસ્લામિક વિદ્યાર્થી સંગઠન દ્વારા પેલેસ્ટાઇનના સમર્થનમાં લગાવવામાં આવેલા બેનરને તોડી પાડવા માટે ઓસ્ટ્રેલિયાની બે મહિલા પ્રવાસીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે સાંજે ફોર્ટ કોચી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બની હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ત્યાં બે મહિલા વિદેશી પ્રવાસીઓ હાજર હતી અને તેમાંથી એકે જંકર જેટીની સામે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન (એસઆઈઓ) દ્વારા લગાવવામાં આવેલા પેલેસ્ટાઈન તરફી બેનરનો નાશ કર્યો હતો. રમખાણો ભડકાવવાના હેતુથી જાણીજોઈને આ કૃત્ય કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે બેનરમાં પેલેસ્ટાઈન પર ઈઝરાયેલના હુમલાને લઈને તેના વિરુદ્ધ સંદેશાઓ લખેલા હતા. દરમિયાન, ઈન્ટરનેટ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, એક મહિલા પ્રવાસી બેનર ફાડીને SIO કાર્યકર્તાઓ સાથે દલીલ કરતી જોવા મળે છે.