ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 17મી સીઝનમાં, લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના હોમગ્રાઉન્ડ પર 8 વિકેટથી હરાવીને આ સિઝનમાં ચોથી જીત હાંસલ કરી હતી. લખનૌ માટે આ મેચમાં તેમના કેપ્ટન કેએલ રાહુલે બેટથી અડધી સદી ફટકારીને મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની ઈનિંગ્સના આધારે રાહુલે આઈપીએલ ઈતિહાસમાં વિકેટકીપરનો એક ખાસ રેકોર્ડ હાંસલ કર્યો અને એમએસ ધોનીને પાછળ છોડીને યાદીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું. રાહુલ હવે આઈપીએલમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ ફિફ્ટી પ્લસ ઈનિંગ્સ રમનાર બેટ્સમેન પણ બની ગયો છે.
રાહુલે વિકેટકીપર તરીકે 25મી ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ રમી હતી
આઈપીએલના ઈતિહાસમાં, લખનૌ અને ચેન્નાઈ વચ્ચેની મેચ પહેલા વિકેટકીપર તરીકે સૌથી વધુ ફિફ્ટી પ્લસ ઈનિંગ્સ રમવાનો રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે હતો, જેણે 24 વખત આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ રાહુલે CSK સામેની મેચમાં 82 રનની ઇનિંગ રમીને આ રેકોર્ડમાં ધોનીને પાછળ છોડીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. રાહુલે આ IPL સિઝનમાં અત્યાર સુધી બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે 40.86ની એવરેજથી અત્યાર સુધી 286 રન બનાવ્યા છે.
IPLમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ રમનાર ખેલાડીઓ
- કેએલ રાહુલ – 25
- એમએસ ધોની – 24
- ક્વિન્ટન ડી કોક – 23
- દિનેશ કાર્તિક – 21
- રોબિન ઉથપ્પા – 18
રાહુલે IPLમાં કેપ્ટન તરીકે 9મી વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
કેએલ રાહુલને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં 82 રનની મેચવિનિંગ ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આઈપીએલ ઈતિહાસમાં કેપ્ટન તરીકે રાહુલનો આ 9મો મેન ઓફ ધ મેચ એવોર્ડ હતો. આ યાદીમાં એમએસ ધોની પ્રથમ સ્થાને છે, જેણે 16 વખત કેપ્ટન તરીકે આ એવોર્ડ જીત્યો છે, જ્યારે રાહુલ હવે આ યાદીમાં 5માં સ્થાને પહોંચી ગયો છે.