Harry Potter Castle: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. દરરોજ બંને દેશો એકબીજા પર હુમલા કરતા રહે છે. તાજેતરમાં, દક્ષિણ બંદર શહેર ઓડેસાથી એક હુમલો આવ્યો છે, જ્યાં ‘હેરી પોટર કેસલ’ તરીકે ઓળખાતી યુક્રેનિયન ઇમારત પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે. આ સિવાય આ હવાઈ હુમલામાં 30 લોકો ઘાયલ થયા છે.
યુક્રેનિયન પ્રોસીક્યુટર જનરલ એન્ડ્રી કોસ્ટીને જણાવ્યું હતું કે હુમલાની જગ્યાના 1.5 કિમી (લગભગ 1 માઈલ) અંદર ધાતુના ટુકડા અને મિસાઈલનો કાટમાળ મળી આવ્યો હતો. તપાસમાં પુષ્ટિ કરવા માટેના આધારો છે કે રશિયન સૈન્યએ સામૂહિક જાનહાનિ કરવાના ઉદ્દેશ્ય સાથે ક્લસ્ટર હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
જેમાં બે બાળકો અને એક ગર્ભવતી મહિલા સહિત 30 લોકો ઘાયલ થયા છે
આ હવાઈ હુમલામાં ઘાયલ થયેલા 30 લોકોમાં બે બાળકો અને એક ગર્ભવતી મહિલાનો સમાવેશ થાય છે. હુમલામાં લગભગ 20 રહેણાંક ઇમારતો અને માળખાગત સુવિધાઓને પણ નુકસાન થયું હતું.