લોકસભાની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. ત્યારે રવિવારે સાંજે છ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂટણી યોજાવાની છે ત્યારે સૌથી વધુ મતદારો નવસારી અને સૌથી ઓછા ભરૂચમાં નોંધાયેલા છે.
રાજ્યમાં કુલ 266 ઉમેદવારો મેદાનમાં
આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં કુલ 49768677 મતદારો મતદારોને મતાધિકાર મળેલો છે જેઓ 50788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. બેઠકના વિસ્તારની વાત કરીએ તો સૌથી મોટો કચ્છ (21354 ચો.કિ.મી.) જ્યારે સૌથી નાનો અમદાવાદ વેસ્ટ (107 ચો.કિ.મી.) છે. રાજ્યમાં ભરૂચમાં સૌથી ઓછાં 17,23,353 જ્યારે નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો નોંધાયેલા છે.
17 થી 18 લાખ ભરૂચ, અમદાવાદ વેસ્ટ, અમરેલી, પોરબંદર, મહેસાણા, આણંદ, સુરત, જૂનાગઢ
• 18 થી 19 લાખ જામનગર, છોટા ઉદેપુર, વસલાડ, દાહોદ, પંચમહાલ
• 19 થી 20 લાખ ભાવનગર, કચ્છ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા
• 20 થી 21 લાખ ખેડા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ ઈસ્ટ, બારડોલી
• 21 થી 22 લાખ રાજકોટ અને ગાંધીનગર
• 22 લાખથી વધુ નવસારી