Junagadh Lok Sabha Election 2024 : જૂનાગઢ લોકસભા બેઠક સહિત આજે રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સવારે સાત વાગ્યાથી 10 વાગ્યા સુધી 9.05 ટકા મતદાન થયું છે. આજે મતદાન કરવા માટે યંગસ્ટર્સથી વૃદ્ધ લોકો સહિતના લોકો મતદાન મથક પહોંચી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાતા નજીક મૂળ આફ્રિકન સિદી બાદશાહ સમાજે પણ પારંપારિક પહેરવેશમાં મતદાન કર્યું હતું.
મળતી માહિતી મુજબ ગીર સોમનાથના તાલાલા નજીક જાંબૂર ગામે મૂળ આફ્રિકન સિદી બાદશાહ સમાજના લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. આજે સિદી બાદશાહ સમાજના લોકો તેમના પારંપરિક પહેરવેશમાં સજ્જ થઈને ધમાલ નૃત્ય કરતા કરતા મતદાન મથક પહોંચ્યા હતા અને લોકશાહીના પર્વમાં પોતાનો વોટ આપ્યો હતો.