spot_img
HomeGujaratLoksabha Election 2024: વરરાજાએ લગ્ન પહેલા આપ્યું મતદાનને મહત્વ, મતદાન આપીને કર્યા...

Loksabha Election 2024: વરરાજાએ લગ્ન પહેલા આપ્યું મતદાનને મહત્વ, મતદાન આપીને કર્યા લગ્ન

spot_img

લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતભરમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાનના આ દિવસે જ્યાં વરરાજા લગ્નના મંડપમાં પહોચતા પહેલા મતદાન બુથ પર પહોચી પોતાની ફરજ નીભાવી છે.

દાહોદના ધાનપુર ગામે વરરાજા પર્વત ભાઈ પરમારે લગ્ન બંધનમાં બંધાતા પહેલા મતદાન કરવા પહોચ્યાં છે. ધાનપુરના કોટમંબી ગામના તે રહેવાસી છે આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે પણ લગ્ન કરતા પહેલા દેશ તરફી પોતાની ફરજ અદા કરવા મતદાન મથકે લગ્નના પોશાકમાં મતદાન કરવા પહોચ્યાં હતા.

કોટમંબી ગામના વરરાજા પર્વત ભાઈ જાન લઈને જતા વરરાજા મતદાન કરવા પહોચ્યાં હતા. તેમણે ગરબાડા વિધાનસભામાં મતદાન કર્યું હતુ અને મતાધિકારની ફરજ નિભાવી હતી.

Loksabha Election 2024: The groom gave importance to voting before marriage, got married after voting

જોકે આવી ઘટના અમદાવાદ ગ્રામ્યમાં પણ જોવા મળી હતી. અહીં વિરમગામ તાલુકાના ઓગણ ગામમાં લગ્ન કરવા જતા પહેલા વરરાજાએ મતદાનની ફરજ નિભાવી હતી.

વિરમગામ તાલુકના ઓગણ ગામમાં રોહીત ઠાકોર નામના વરરાજાએ લગ્ન પહેલા પોતાની ફરજ નીભાવી મતદાન કર્યું હતુ.

સોનગઢ નગરમાં એક યુવક દ્વારા અનોખી રીતે મતદાન કરવા પહોચ્યો હતો. જ્યાં તે બારડોલી લોકસભા બેઠકમાં આવતા સોનગઢ નગરમાં વરરાજાનો ડ્રેસ પહેરી ઘોડા પર સવાર થઈ યુવક મતદાન કરવા પહોંચ્યો હતો. રાહુલ સોની નામના યુવક દ્વારા મતદાન મથક ખાતે જઈ મતદાન કર્યું હતુ.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular