spot_img
HomeGujaratGujarat News : ખેડૂતોએ ઉનાળુ પાકમાં આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીંતર...

Gujarat News : ખેડૂતોએ ઉનાળુ પાકમાં આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીંતર જશે મોટું નુકસાન

spot_img

Gujarat News : છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી ત્રાસ પામી ગયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ખેડૂતોએ ખાસ આગામી દિવસમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા હોવાથી ઉભા પાકમાં બે પિયત વચ્ચેના સમયગાળાને ઘટાડવા માટે ભલામણ કરવામાં આવી છે.

હવામાન વિભાગે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તથા નિંદામણ નિયંત્રણ માટે પાકના અવશેષો ભુસુ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સાથે ખેડૂતોએ ફળ અને શાકભાજીના પાકમાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, તે અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

ઉનાળુ પાકમાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ

  • ઉનાળુ ડાંગરના પાકમાં રોપણી કરેલ પાકની ક્યારીમાં 5 થી 7 સેન્ટિમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલું રાખવું જોઈએ.
  • ગાભમારાની ઈયળના ઉપદ્રવની શરૂઆત ઇયળના પુખ્ત આકર્ષવા માટે ખેતરમાં રાત્રિના સમયે પ્રકાશ પિંજર પ્રતિ એક્ટર પ્રમાણે, એકની સંખ્યામાં ગોઠવવા આ ઉપરાંત લીમડા આધારિત તૈયાર કીટનાશકનો ઉપયોગ પણ કરી શકાય છે.
  • ગરમીમાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ જણાય તો, જે તે દવાનો છંટકાવ ખુલ્લા હવામાન દરમિયાન કરવો જોઈએ.

બાજરીના પાકમાં શું ધ્યાન રાખવું જોઈએ

  • ઉનાળુ બાજરીના પાકમાં જમીનના પ્રત (બાંધો) અને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પાકની કટોકટીની અવસ્થાએ જરૂરિયાત મુજબ પિયત આપવું જોઈએ.
  • બાજરીની નીધલ અવસ્થા પહેલા લીલી ઇયળના ફેરોમોન ટ્રેપ ગોઠવી આકર્ષાયેલા નર ફૂદાનો નાશ કરવો જોઈએ.
  • આ ઉપરાંત ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો અથવા તો બ્યુવેરીયા બેસી આના નામનો ફૂગનો પાવડર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઈએ.

Gujarat News: Farmers should take care of important things during summer season, otherwise there will be huge loss.

આંબાના પાકમાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ

  • આંબાના પાકમાં મધિયાના નિયંત્રણ માટે જે તે દવાનો ઉપયોગ કરી હવામાન ખુલ્લું રહે તે દરમિયાન છંટકાવ કરવો જોઈએ.
  • કેરીના ફળમાં ખરણ અટકાવવા માટે કેરી વટાણા જેવડી થાય ત્યારે જે તે દવાનો ઉપયોગ કરીને છંટકાવ કરવો.
  • આ ઉપરાંત ફળ માખીના નિયંત્રણ માટે પણ જે તે દવાનો છંટકાવ કરવો જોઈએ.

પશુપાલકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ

  • પશુઓના રહેણાંકમાં માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઇલનો છંટકાવ કરવો જોઈએ.
  • પશુઓને આહારમાં ખનીજ યુક્ત મિશ્રણ સાથે સંગ્રહિત ચારો આપવો.
  • પશુઓને દિવસ દરમિયાન લીલો ચારો પૂરતા પ્રમાણમાં આપો. સુકો ચારો સવાર અને સાંજના ઠંડા પહોરમાં આપો.

ઉનાળામાં પશુઓને ખાસ કરીને રેસા યુક્ત ખોરાક આપવો

  • ઉનાળામાં દુધાળા જાનવરને ખાસ કરીને દિવસમાં બેથી ત્રણ વખત નવડાવવાથી ગરમીથી બચાવી શકાય અને દૂધ ઉત્પાદન પણ જાળવી શકાય છે .
  • ઉનાળામાં પશુનું રહેઠાણ સારું અને હવા-ઉજાસવાળી હોવું જોઈએ. છાપરું લોખંડ કે, પતરાનું હોય તો ઉપરની સપાટી સફેદ રંગથી રંગી અથવા અડધો ફૂટ જેટલો સુકાપુરાનો થર કરવો. જેથી કરીને પશુઓને ગરમી ઓછી લાગે.
spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular