આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી. આજે કુલ જૂનાગઢ ખાતે જીરું ની હરરાજી માં ૧૯૭૦ મણ જીરું નું વેંચાણ નોંધાયું હતું અને સાથે સાથે ખેડુતો ને ૬૨૮૦ ₹ પ્રતિ મણ ના ઉંચા ભાવ મળ્યા હતા. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે. કારણ કે, ટેકાના ભાવ કરતા ઓપન માર્કેટમાં સારા એવા મળી રહે છે.
માર્કેટિંગ યાર્ડ જુનાગઢ માં જીરુંની ખરીદીમાં એક્સપોર્ટરો જોડાયા ની સાથે જ છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર સૌરાષ્ટ્રના અન્ય યાર્ડની સરખામણીમાં ખૂબ જ ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે.
જીરુના આજે સર્વાધિક ભાવ મળ્યા
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુંની હરરાજી માં ૧૯૭૦ મણ જીરું નું વેંચાણ નોંધાયું હતું અને સાથે સાથે ખેડુતો ને ૬૨૮૦ ₹ પ્રતિ મણના ઉંચા ભાવ મળ્યા હતા
જે સૌરાષ્ટ્ર ના અન્ય યાર્ડ ની સરખામણીએ મહતમ છે.
એક્સપોર્ટરો ખરીદીમાં જોડાવાની સાથે જ અન્ય જણસીઓની માફક જીરૂમાં પણ માર્કેટિંગ યાર્ડ – જુનાગઢ હબ બનવા જઈ રહ્યું