આજે અલગ ખાવાનું વિચારી રહ્યા છો તો દાળ ઢોકળી ટ્રાય કરો. ટેસ્ટી દાળ ઢોકળી ઘરે સરળતાથી કેવી રીતે બનાવવી તેની રેસીપી ગુજરાતી જાગરણ તમને આજે અહીં જણાવશે.
દાળ ઢોકળી બનાવવાની સામગ્રી
- ઘઉંનો લોટ
- તુવેરદાલ
- હળદર
- લાલ મરચું પાવડર
- ધાણાજીરું
- મીઠું
- તેલ
- ઘી
- ગરમ મસાલો
- બાફેલા બટેટા
- આદુ મરચાની પેસ્ટ
- ખાંડ
- લીંબુનો રસ
- કોથમીર
- ગોળ
- મગફળી
- કાજુ
- સૂકા લાલ મરચા
- મીઠા લીમડાના પાન
- રાઈ
- હિંગ
દાળ ઢોકળી બનાવવાની રીત
સ્ટેપ-1 : સૌ પ્રથમ તુવેરની દાળને ધોઈને એક પ્રેશર કૂકરમાં હળદર,મીઠું,પાણી અને તુવેરની દાળ ઉમેરીને 3 સીટી વાગે ત્યાં સુધી બાફી લો અને પછી તેમાં થોડું પાણી ઉમેરીને બ્લેન્ડ કરી લો.
સ્ટેપ-2: હવે એક બાઉલમાં ઘઉંનો લોટ,મીઠું,હળદર,મરચું પાવડર,તેલ ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ-3: હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને રોટલીના લોટની જેમ ઢોકળી માટે લોટ બાંધી લો.
સ્ટેપ-4: હવે એક બાઉલમાં બાફેલા બટેટાનો છુંદો,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું,દળેલી ખાંડ,લીંબુનો રસ,આદુ-મરચાની પેસ્ટ અને કોથમરી ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ-5: હવે તૈયાર કરેલ સ્ટફિંગમાંથી નાના-નાના બોલ બનાવી અને તૈયાર કરેલ લોટમાંથી લૂઆ બનાવી પાટલા પર પુરીની જેમ વણી સ્ટફિંગનો બોલ વચ્ચે મુકીને પેક કરી લો.
સ્ટેપ-6: હવે એક પેનમાં ઘી ઘરમ કરી તેમાં રાઈ,મગફળી,કાજુ,મીઠા લીમડાના પાન,સૂકા લાલ મરચા,હિંગ,હળદર,લાલ મરચું પાવડર,ધાણાજીરું,ટમેટા ઉમેરીને સાંતળી લો.
સ્ટેપ-7: હવે તમે બ્લેન્ડ કરેલી તુવેરની દાળ,તૈયાર કરેલી ઢોકળી,ગોળ,લીંબુનો રસ,ગરમ મસાલો ઉમેરીને સારી રીતે પકાવીને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.