Weather Update: ભારતીય હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં કેરળ, કર્ણાટક, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. IMD એ કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ, કોંકણ અને ગોવા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય મહારાષ્ટ્ર અને આંદામાન નિકોબાર માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ
IMDએ જણાવ્યું કે 22 થી 23 જૂનના રોજ દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 24 અને 26 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
કોંકણ અને ગોવામાં 22 અને 23 જૂને ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે 24 થી 26 જૂન દરમિયાન બંને પ્રદેશોના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
22 થી 23 જૂનના રોજ દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. IMDએ 24 થી 26 જૂન દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ અને માહેમાં 22 થી 26 જૂન દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
IMD પુણેના વડા કેએસ હોસાલિકરે જણાવ્યું હતું કે આગામી ચારથી પાંચ દિવસમાં કોંકણ ક્ષેત્રમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધશે. મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
24 અને 25 જૂને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 25 અને 26 જૂને ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.