મહારાષ્ટ્રના નાગપુરમાં એક સિવિલ એન્જિનિયરે પોતાના ઘરની બહાર અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે. એન્જિનિયર પ્રફુલ્લ માટેગાંવકરે જણાવ્યું કે તેમને ઇન્ટરનેટ પર રામ મંદિરની ઘણી ડિઝાઇન મળી, જેના દ્વારા તેમણે પોતાના ઘરની બહાર 11 ફૂટનું રામ મંદિર બનાવ્યું.
મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું, ‘સિવિલ એન્જિનિયર હોવાના નાતે મેં તેના વિશે ઘણો અભ્યાસ કર્યો છે. આ પછી મેં ગ્રાફિકલ ડિઝાઇન બનાવી અને તેના માટે જરૂરી વસ્તુઓ વિશે વિચારવાનું શરૂ કર્યું. ગયા વર્ષે દિવાળી પહેલા આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
#WATCH | Maharashtra: A civil engineer from Nagpur Prafulla Mategaonkar has made an 11-feet replica of Ayodhya's Ram Temple at his home. pic.twitter.com/RbH4gnn3hA
— ANI (@ANI) January 13, 2024