spot_img
HomeLatestInternational'વિજય દિવસ'ના એક દિવસ પહેલા જ ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપશે રશિયા,...

‘વિજય દિવસ’ના એક દિવસ પહેલા જ ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપશે રશિયા, યુક્રેનને આપી ધમકી

spot_img

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર તેમના ક્રેમલિનના ઘર પર ડ્રોન હુમલાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયાએ તેને રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનું કાવતરું ગણાવ્યું છે. જો કે આ દરમિયાન રાષ્ટ્રપતિ તેમના ઘરે હાજર ન હતા.

રશિયાની સંસદ ક્રેમલિને રાષ્ટ્રપતિના નિવાસસ્થાન પર થયેલા હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ હુમલામાં પુતિનને ઈજા થઈ ન હતી, ક્રેમલિને જણાવ્યું હતું કે, સૈન્ય અને વિશેષ સેવાઓ દ્વારા ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. તેમજ કોઈના જાન-માલને નુકસાન થયું નથી.

રશિયા ટૂંક સમયમાં બદલો લેશે.
પુતિન પર હુમલાના પ્રયાસ અંગે ક્રેમલિનની સંસદે કહ્યું કે ટૂંક સમયમાં રશિયા દ્વારા તેનો જવાબ આપવામાં આવશે. આ અંગે રશિયન સેના દ્વારા યુક્રેનને પણ ધમકી આપવામાં આવી છે.

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના પાંચ પરિણામ શુ આવી શકે છે? જાણો... |  Ukraine How might the war end Five scenarios

વિજય દિવસ પહેલા હુમલો
રાષ્ટ્રપતિ પુતિનના આવાસ પર આ હુમલો વિજય દિવસના એક દિવસ પહેલા થયો હતો. આ માટે, ક્રેમલિને કહ્યું કે તમામ કાર્યક્રમો નિર્ધારિત મુજબ ચાલશે. ડ્રોન હુમલા બાદ પણ 9 મેના રોજ પરેડ યોજાશે

યુક્રેને આ હુમલાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો

સાથે જ યુક્રેન તરફથી પણ નિવેદન જારી કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના પ્રેસ સેક્રેટરીના જણાવ્યા અનુસાર, તેમની પાસે ક્રેમલિન પરના કથિત હુમલા વિશે કોઈ માહિતી નથી. તો બીજી તરફ ઝેલેન્સકીએ પણ ટૂંક સમયમાં આક્રમક વલણ અપનાવવાની વાત કરી છે.

તેમણે કહ્યું કે યુક્રેનની સેના ટૂંક સમયમાં રશિયા પર હુમલો કરશે. ઝેલેન્સકીએ કહ્યું, ‘અમે ટૂંક સમયમાં નવા એરક્રાફ્ટ મેળવવાની આશા રાખીએ છીએ, અમે અન્ય પર હુમલો કરવા નથી માગતા પરંતુ અમારા વિસ્તારને આઝાદ કરવા માગીએ છીએ.’

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular